હેડલાઈન :
- અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો બનાવ
- એરપોર્ટથી રૂ.13 કરોડની વિદેશી લક્ઝરી ઘડીયાળ જપ્ત
- કસ્ટમ અધિકારીઓએ અબુધાબીથી આવેલ યુગલને ઝડપ્યુ
- દંપતી સવારે અબુ ધાબીથી અલગ-અલગ ફ્લાઈટ્સથી પહોંચ્યા
- પત્ની પાસેથી રૂ.11.70 કરોડની કિંમતની ઘડિયાળ મળી આવી
- પતિ પાસેથી રૂ. 1.29 કરોડની વિદેશી લક્ઝરી ઘડિયાળ મળી
- અધિકારઓએ દંપતીની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ હાથ ધરી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ અબુધાબીથી આવેલા યુગલ પાસેથી રૂ.13 કરોડની બે વિદેશી લક્ઝરી ઘડિયાળો જપ્ત કરી છે.
રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી આ દંપતી વહેલી સવારે અબુ ધાબીથી બે અલગ-અલગ ફ્લાઈટ્સ દ્વારા પહોંચ્યા હતા.જેમાં એક એર અરેબિયા દ્વારા અને બીજી ઈન્ડિગો અનુક્રમે સવારે 5:25 અને 5:30 વાગ્યે આવ્યા હતા.
શરૂઆતમાં પત્નીએ એરપોર્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને તેના કાંડા ફરતે બાંધેલા રૂમાલને કારણે કસ્ટમ અધિકારીઓને શંકા ગઈ.તેની તલાશી લેતા તેમને 11.70 કરોડની કિંમતની ઘડિયાળ મળી આવી હતી.ઉપરાંત,પતિ કે જેને નજીકની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો,તેની પાસે ₹1.29 કરોડની વિદેશી લક્ઝરી ઘડિયાળ હોવાનું જાણવા મળ્યું હતું.શરૂઆતમાં તેણે બંને ઘડિયાળોની માલિકીનો દાવો કર્યો હતો.જોકે,કસ્ટમ અધિકારીઓને તેની બેગમાંથી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા અને વધુ પૂછપરછ કરતાં તેણે દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી.દંપતીએ જણાવ્યું હતું કે તેમના કાકાએ તેમને ઘડિયાળો અમદાવાદ લાવવા માટે કહ્યું હતું, જ્યાં તેઓ તેને અન્ય કોઈને સોંપવાના હતા.દંપતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.આ કપલની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરવામાં આવી રહી છે,જેમાં તેઓ કેટલીવાર અબુ ધાબી,અમદાવાદ અથવા અન્ય સ્થળોએ ગયા હતા.
જપ્ત કરાયેલી લક્ઝરી ઘડિયાળો સ્વિસ કંપનીઓની લિમિટેડ એડિશન છે.આમાંથી એક ઓડેમર્સ પિગ્યુટ રોયલ ઓક ગ્રીન લિમિટેડ એડિશન છે,જે રોયલ ઓક પરિવારનો એક ભાગ છે,જેનું ઉત્પાદન કંપની દ્વારા 1972 થી કરવામાં આવે છે.તેમાં 18 કેરેટ સોનું અને કિંમતી હીરા છે.બીજી ઘડિયાળ રિચાર્ડ મિલે છે,જે અન્ય સ્વિસ લક્ઝરી બ્રાન્ડ છે જે અબજોપતિઓ,સેલિબ્રિટીઓ અને હોલીવુડ અને બોલિવૂડ સ્ટાર્સ દ્વારા પહેરવામાં આવે છે.આ ઘડિયાળોની કિંમત ₹1 કરોડથી ₹20 કરોડની વચ્ચે છે અને તેમાં શુદ્ધ નીલમ ક્રિસ્ટલ,ટાઇટેનિયમ કેસ અને કિંમતી સામગ્રી છે.