હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય કુવૈત મુલાકાત
- PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યુ
- PM મોદીને ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતી નેતૃત્વ સાથે વાતચીત કરી
- બંન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષત્રોમાં સહયોગ અંગે ચર્ચા થઈ હતી
- ફાર્માસ્યુટિકલ્સ,IT,ફિનટેક,ઇન્ફ્રાસ્ટ્રક્ચર,સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતી નેતૃત્વ સાથે વાતચીત કરી જેમાં અનેક ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થઈ હતી.તેમણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર આ સમયગાળા દરમિયાન કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું,કે ‘કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ સાથે શાનદાર મુલાકાત.અમે ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ફિનટેક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સહકારની ચર્ચા કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. તેમની ચર્ચા દરમિયાન બંને નેતાઓએ માહિતી ટેકનોલોજી,ફાર્માસ્યુટિકલ,ફિનટેક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા ક્ષેત્રોમાં સંબંધોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.
તેમણે આગળ લખ્યું,કે’અમારા દેશો વચ્ચેના ગાઢ સંબંધોને અનુરૂપ,અમે અમારી ભાગીદારીને વ્યૂહાત્મક સ્તરે ઉન્નત કરી છે અને મને આશા છે કે અમારી મિત્રતા આવનારા સમયમાં વધુ આગળ વધશે.’
વડાપ્રધાન મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા,જે 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા ગલ્ફ દેશની પ્રથમ મુલાકાત છે.રવિવારે તેમને કુવૈતનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત કરવામાં આવ્યું હતું.કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજ્યા હતા.તમને જણાવી દઈએ કે,‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ કુવૈતનો ‘નાઈટહુડ ઓર્ડર’ છે.
‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ કુવૈતનો પ્રતિષ્ઠિત નાઈટહૂડ એવોર્ડ છે,જે રાજ્યના વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને આપવામાં આવે છે.આ પહેલા બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવી અગ્રણી હસ્તીઓને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.આ સન્માનની સ્થાપના 1974માં કરવામાં આવી હતી.તે કુવૈતના ઐતિહાસિક નેતા મુબારક અલ-સબાહનું સ્મરણ કરે છે,જેમણે 1897માં કુવૈતને ઓટ્ટોમન સામ્રાજ્યથી સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત કર્યું હતું.
20 થી વધુ દેશોમાંથી ટોચના સન્માન
SORCE : પ્રભા સાક્ષી