હેડલાઈન :
- પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસનું સંયુક્ત ઓપરેશન
- પીલીભગતમાં ત્રણ અલગતાવાદી આતંકી ઠાર મરાયા
- આતંકીઓ પીલીભીતના પુરનપુર વિસ્તારમાં છુપાયેલા હતા
- પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલાનો આરોપી
- આતંકવાદીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સ સાથે સંકળાયેલા
- પોલીસના વાહન પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો
- ગુરદાસપુર બક્ષીવાલ પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો હતો
ગુરદાસપુર પોલીસ ચોકી પર હુમલાના આરોપી પીલીભીતમાં ત્રણ અલગતાવાદી આતંકવાદીઓ માર્યા ગયા
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ત્રણ અલગતાવાદી આતંકવાદીઓ માર્યા ગયા.
પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલાનો આરોપ હતો.ત્રણેય આતંકીઓ પીલીભીતના પુરનપુર વિસ્તારમાં છુપાયેલા હતા.પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં ત્રણેયને ઠાર માર્યા હતા. તેમની પાસેથી પિસ્તોલ અને કેટલાક અન્ય હથિયારો પણ મળી આવ્યા છે.
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ત્રણ અલગાવવાદી આતંકવાદીઓએન્કાઉન્ટરમાં ઠાર માર્યા ગયા છે.આ તમામ પર પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલાનો આરોપ હતો.ત્રણેય આતંકીઓ પીલીભીતના પુરનપુર વિસ્તારમાં છુપાયેલા હતા.પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં ત્રણેયને માર્યા હતા.
માર્યા ગયેલા આતંકવાદીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સ સાથે સંકળાયેલા હતા.
ઉલ્લેખનિય છે કે માર્યા ગયેલા આતંકવાદીઓએ પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ અને બોમ્બ ફેંક્યા હતા. તેમની પાસેથી બે એકે 47 અને બે ગ્લોક પિસ્તોલ મળી આવી છે.તેમના નામ ગુરવિંદર સિંહ,વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ છે.
યુપીના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે.પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ થોડા સમય પહેલા પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં સામેલ હતા.
– પોલીસના વાહન પર આતંકીઓએ ગોળીબાર
પોલીસ અને ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરની ઘણી તસવીરો પણ સામે આવી છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે આતંકવાદીઓએ પોલીસના વાહન પર પણ ફાયરિંગ કર્યું છે. કાર પર બુલેટના નિશાન દેખાય છે. તે જ સમયે, સ્થળ પરથી એક બાઇક પણ મળી આવી છે.
-ગુરુદાસપુરની પોસ્ટ પર હુમલો
19 ડિસેમ્બરે,પંજાબના સરહદી શહેર ગુરદાસપુરમાં બક્ષીવાલ પોલીસ સ્ટેશન ચોકી પર ગ્રેનેડ હુમલો થયો હતો. ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આની જવાબદારી લીધી હતી.એવું કહેવાય છે કે પાઈ જસવિંદર સિંહ બાગી ઉર્ફે મન્નુ અગવાન આ કેસનો કિંગપિન છે.