હેડલાઈન :
- PMJY યોજનાને લઈ ગજરાત સરકારની નવી SOP જાહેર
- સરકારી યોજનાઓનો ગેરલાભ ઉઠાવતી હોસ્પિટલો પર અંકુશ
- PMJY યોજનાની નવી SOP જાહેર કરી નવા નિયમો લાગુ કરાયા
- જરૂર ન હોય તેવા દર્દીઓના પણ ઓપરેશન કરાયાના કેસ બન્યા
- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે Pનવી SOP અંગે વિગતે માહિતી આપી
- ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઇ કરાઈ
સરકારી યોજનાઓનો ગેરલાભ ઉઠાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી રાજ્યની હોસ્પિટલો પર અંકુશ લાગશે કારણ કે ગુજરાત સરકારે PMJY યોજનાની નવી SOP જાહેર કરી નવા નિયમો લાગુ કર્યા છે.
હાલમાં જ ગુજરાતની કેટલીક હોસ્પિટલોમાં PMJY એટલે કે પ્રધાનમંત્ર જન આરોગ્ય યોજનાના નામે જરૂર ન હોય તેવા દર્દીઓના પણ ઓપરેશન કરાયાના કેસ બન્યા હતા.તો વળી કેટલીક હોસ્પિટલો તો એવી જોવા મળી જે પતરાના શેડ નીચે ચાલતી હતી અને ત્યાં પણ આ યોજના હેઠળ લાભ લેવાયો હતો.ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે PMJY યોજના માટે નવી માર્ગ દર્શિકાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ નવી માર્ગદર્શિકાને મંજૂરી આપવામાં આવી હતી.તે બાદ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે PMJY યોજનાના નવી SOP અંગે વિગતે માહિતી આપી હતી.જેમાં તેમણે જણાવ્યુ કે સરકરી યોજનાઓનો ગેરલાભ ઉઠાવી PMJY યોજના હેઠળ જરૂર ન હોવા છતા દર્દીઓના ઓપરેશન કરાયા અને આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોસ્પિટલો પર હવે નિયંત્રણ લાગશે.ત્યારે આવો કઈ બિમારી માટે કેવા નિયમો લાગુ કરાયા છે.
- ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઇ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે વીડિયો રેકોડીંગ સાથેનું સંમતિપત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યુ છે.
- આ પ્રકારની તબીબી સારવારનો સમાવેશ
1.એન્જીઓગ્રાફી
2.એન્જીઓપ્લાસ્ટી
3.કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
4.એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી)
5. તમામ “Ectomy” અંતર્ગત સર્જરી (શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)
6.ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન/ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી
7.સ્પાઇનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરી
- દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેટ્રી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે.
- યોજના હેઠળ TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી “ઓર્થોપ્લાસ્ટી”નાં ઓછામાં ઓછા 30 ટકા “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા એટલે અકસ્માત”ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલુ છે.જેમાં ઉક્ત રેશીયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે.
- હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી ઉક્ત રેશીયોનું પાલન ન થાય તો,તેવા કિસ્સામાં હોસ્પિટલને “ઓર્થોપ્લાસ્ટી” સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
- યોજના અંતર્ગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂ.3.51 કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલી છે.
- નિયોનેટલ કેર
1. નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર અંગેની જુદી-જુદી રજુઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
2. નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટ / સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટમાં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજીયાત પણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઇને CCTV ઇન્સટોલેશન કરવાનું રહેશે.
3. THO દ્વારા સમયાંતરે NICUની મુલાકાત લઇ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે.ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ ટુંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનીટર કરવામાં આવશે.
4. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિઓનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઇમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવેલ છે છે.
5. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે. - કાર્ડિયોલોજીની સેવાઓ
1. ટેકનિકલ બાબાતોને લઈ સ્પેશ્યાલીટીમાં સુધારા કરવા જરૂરી જણાય છે,જે ધ્યાને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારા કરાયા છે.
2. દર્દીના હેતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તેમજ કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના ક્લસ્ટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધેલ છે.જેથી લાભાર્થીઓના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય.
3. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવાની આવશ્યકતા રહેશે.
4. ખાસ કિસ્સામાં ઈમરજન્સિ સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટિ કરી શકાશે.
5. હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD / વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે.
6. ઈમરજન્સિ કેસમાં સદર CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
- સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ
સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ અંગે જણાવ્યું કે,છેતરપિંડી અટકાવવા સરકારી અને GMERS મેડિકલ કોલેજમાંથી અલગ ટીમનું ગઠન કરાશે. આ ટીમ ચકાસણી કરી લાભાર્થીની ફરિયાદ અંગે સરકારને ધ્યાને મૂકશે.CDHOએ એક માસમાં બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.થર્ડ પાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયાથી ઓડિટની કામગીરી કરવાની રહેશે.ફિલ્ડ ઓડિટની ટીમ દૈનિક 2 થી 3 ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે.સારવારના પેકેજનો દુરુપયોગ અટકાવવા NHAને ટ્રિગર જનરેટ કરવા સૂચના છે.
- કેન્સરની સારવાર
કેન્સરની સારવારમાં સુધારા અંગે તેમણે જણાવ્યું કે કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબ સારવારનો પ્લાન નક્કી કરવા મેડિકલ ઓનકોલોજિસ્ટ,સર્જિકલ ઓનકોલોજિસ્ટ અને રેડિયેશન ઓનકોલોજિસ્ટની સયુંકત પેનલ ટ્યૂમર બોર્ડ તરીકે નિર્ણય દરદીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરાશે.કેન્સરની સારવાર માટેની રેડીયેશન થેરાપીમાં થેરાપી પેકેજની પસંદગી માટે સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓમાં જોવામાં આવતા ગર્ભાશય,યોનીમુખના કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપી જરૂરી હોય તેવા કિસ્સામાં હોસ્પિટલ PMJAY અંતર્ગત સારવાર આપવામાં આવશે.નોંધનિય છે કે નિષ્ણાંત તબીબોના સૂચનબાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.