હેડલાઈન :
- અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા 2.35 કરોડનું સોનું જપ્ત
- સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી જપ્ત કરાયું સોનું
- બે મિની એર કોમ્પ્રેસરની પિસ્ટન કેવિટીમાં છુપાયેલું 3 કિલો સોનું
- બેંગકોકથી આવતા ભારતીય નાગરિકની DRI એ કરી ધરપકડ
- અમદાવાદ અને સુરત એરપોર્ટ પર વિશેષ ટીમો છે તૈનાત
અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી વિદેશોની સીધી ફ્ટાઈટ હોવાને લીધે આ બંન્ને એરપોર્ટ પર દાણચોરી પર અંકુશ લાવવા ખાસ ટીમો રાખવામાં આવી છે.
બેંગકોકથી આવતા ભારતીય નાગરિકને ચોક્કસ બાતમીના આધારે અટકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ કસ્ટમ્સ એક્ટ,1962 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે DRI એ ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીના પ્રયાસનો પર્દાફાશ કર્યો,બે મિની એર કોમ્પ્રેસરની પિસ્ટન કેવિટીમાં છુપાયેલું 3 કિલો સોનું જેની કિંમત અંદાજે રૂ. 2.35 કરોડ થાય છે તે જપ્ત કર્યું સરકારી રિલીઝ બુધવારે જણાવ્યું હતું.
બેંગકોકથી આવતા ભારતીય નાગરિકને ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે અટકાવવામાં આવ્યો હતો અને બાદમાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.DRI એ સોનાની દાણચોરી સામે લડવામાં તેની મજબૂત કામગીરી ચાલુ રાખી છે,જેમાં 2024માં અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કુલ જપ્તીઓ 93 કિલો સોનું તેની અંદાજે રૂ. 66 કરોડ કરતાં વધી ગઈ છે.રીલીઝમાં જણાવાયું છે કે DRI દાણચોરીને નિષ્ફળ બનાવવા અને નવીન છુપાવવાની પદ્ધતિઓનો પર્દાફાશ કરવાના તેના પ્રયાસોમાં સતર્ક છે.
દાણચોરી માટે નવી મોડસ ઓપરેન્ડી અજમાવતા તેણે એર કમ્પ્રેસરના પિસ્ટનના કેવિટીમાં સંતાડી રાખ્યું હતું.જોકે,ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે DRIએ બાતમીના આધારે દાણચોરની ધરપકડ કરી હતી.