હેડલાઈન :
- ચૂંટણી પંચે પાર્ટીઓને મળતા ડોનેશન અંગે રિપોર્ટ જાહેર કર્યો
- રાજકીય પક્ષોના બેંક ખાતામાં પહેલા કરતા વધુ દાન આવ્યું
- ડોનેશન મેળવવામાં પણ ભાજપે કોંગ્રેસ સામે મેદાન માર્યુ
- 2024 માં કોંગ્રેસ કરતાં ભાજપને 776 ટકા વધુ ડોનેશન મળ્યું
- વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને2,244 કરોડ દાન પેટે મળ્યા
- કોંગ્રેસ પાર્ટીને 2023-24માં 289 કરોડ રૂપિયા દોન પેટે મળ્યા
- ભાજપને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 3 ગણું વધુ દાન મળ્યું
- ભાજપ પછી BRS ડોનેશન મેળવનારી બીજી સૌથી મોટી પાર્ટી બની
આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતા 776.82 ટકા વધુ દાન મળ્યું છે.ભાજપ અને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા દાનના ખાતામાં ચૂંટણી બોન્ડનો સમાવેશ થતો નથી.
આ વખતે રાજકીય પક્ષોના બેંક ખાતામાં પહેલા કરતા વધુ દાન આવ્યું છે.દાનના મામલે ભાજપ ફરી જીત્યું છે.વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને 2023-24માં 2,244 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા.આ દાન લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ હાઉસ તરફથી મળ્યું છે.નોંધનિય છે કે આ વખતે ભાજપને ગયા વર્ષની સરખામણીમાં 3 ગણું વધુ દાન મળ્યું છે.જ્યારે કોંગ્રેસ પાર્ટીને 2023-24માં 289 કરોડ રૂપિયા મળ્યા છે.ગત વર્ષે કોંગ્રેસને માત્ર 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા. આમ આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતા 776.82 ટકા વધુ દાન મળ્યું છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા દાનના હિસાબમાં ઈલેક્ટોરલ બોન્ડનો સમાવેશ થતો નથી.બંને રાષ્ટ્રીય પક્ષોને પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી સૌથી વધુ દાન મળ્યું છે.આ ટ્રસ્ટ દ્વારા ભાજપે 723 કરોડ રૂપિયા અને કોંગ્રેસે 156 કરોડ રૂપિયા આપ્યા છે.બીજેપી પછી BIS ડોનેશન મેળવનારી બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી.ત્યારથી, રાજકીય પક્ષો માટે ભંડોળનો સૌથી મોટો સ્ત્રોત સીધા નાણાં અથવા ચૂંટણી ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત નાણાં છે.
– ચૂંટણી પંચે રિપોર્ટ જાહેર કર્યો
ચૂંટણી પંચના અહેવાલ મુજબ,ભાજપને 2023-24માં ટ્રસ્ટ અને કોર્પોરેટ ગૃહો તરફથી કુલ રૂ.2,244 કરોડનું દાન મળ્યું છે,જે ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણું વધારે છે.જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગયા વર્ષે 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા જે આ વર્ષે વધીને 288.9 કરોડ રૂપિયા થઈ ગયા છે.આ પક્ષોના ડોનેશનની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
– 2024માં કઈ પાર્ટીને કેટલું ડોનેશન મળ્યું
- ભાજપને રૂ.2244 કરોડનું દાન
- BRS ને રૂ.580 કરોડનું દાન
- કોંગ્રેસને રૂ289 કરોડનું દાન
- YSRCPને રૂ.184 કરોડનું દાન
- TDP ને રૂ.100 કરોડનું દાન
- DMK ને રૂ. 60 કરોડનું દાન
- AAP ને 11 કરોડનું દાન
- TMC ને રૂ.6 કરોડનું દાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાજપને પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી 723.6 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 156.4 કરોડ રૂપિયા મળ્યા છે.આનો અર્થ એ થયો કે ભાજપનું એક તૃતીયાંશ દાન અને કોંગ્રેસનું અડધાથી વધુ દાન પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાંથી જ આવ્યું છે.ગયા વર્ષે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ,મિત્તલ ગૃપ અને ભારતી એરટેલ જેવી મોટી કંપનીઓ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં સૌથી વધુ નાણાંનું યોગદાન આપનાર કંપનીઓમાં સામેલ હતી.
– દાન કેવી રીતે મળે ?
ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે 2024માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી,ત્યારબાદ હવે ડાયરેક્ટ ટ્રાન્સફર અથવા ઈલેક્ટોરલ ટ્રસ્ટનો માર્ગ રાજકીય પક્ષોને દાન આપવા માટે ઉપયોગમાં લેવાય છે.2023-24માં ભાજપને ગયા વર્ષ કરતાં 212 ટકા વધુ દાન મળ્યું છે.જો કે,આ પ્રથમ વખત નથી, 2019ની લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપને 742 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 146.8 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો 2023-24માં BRSને રૂ.495.5 કરોડ,DMK ને રૂ.60 કરોડ,YSR કોંગ્રેસને રૂ.121.5 કરોડ અને ઝારખંડ મુક્તિ મોરચા JMMને રૂ.11.5 કરોડનું દાન મળ્યું છે.તેવી જ રીતે આમ આદમી પાર્ટી AAP ને 11.1 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે,જે ગયા વર્ષે 37.1 કરોડ રૂપિયા હતું,એટલે કે AAPના દાનમાં ઘટાડો થયો છે.આ સમયગાળા દરમિયાન બહુજન સમાજ પાર્ટી BSP ને માત્ર 20,000 રૂપિયાનું દાન મળ્યું છે.