હેડલાઈન :
- દિલ્હી દારુ કૌભાંડ મામલે કેજરીવાલ અને સિસોદિયાની મુશ્કેલી વધી
- કેન્દ્રીય ગૃહ મંત્રાલયની કેજરીવાલ અને સિસોદિયા સામે કેસ ચલાવવા મંજૂરી
- અરવિંદ કેજરીવાલ-મનિષ સિસોદિયા સામે કેસ ચલાવવા ED ને આપી મંજૂરી
- દિલ્હી દારુ કૌભાંડમાં મની લોન્ડરિંગ બાબતે બંને સામે કેસ કરવા મંજૂરી
- આ પહેલા ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ પણ મંજૂરી આપી હતી
- ડિસેમ્બરમાં ED એ LG ને પત્ર લખી કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા સામે કેસ ચલાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED) ને મંજૂરી આપી દીધી છે.આ પહેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ પણ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
Home Ministry grants ED to prosecute Arvind Kejriwal, Manish Sisodia in liquor scam case
Read @ANI Story | https://t.co/LYuHFAy3Ot#HomeMinistry #ED #Prosecution #ArvindKejriwal #ManishSisodia pic.twitter.com/2i15vJP9FK
— ANI Digital (@ani_digital) January 15, 2025
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે.હવે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં બંને સામે કેસ દાખલ કરવામાં આવશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેજરીવાલ અને સિસોદિયા સામે કેસ ચલાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે EDને મંજૂરી આપી દીધી છે.આ પહેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ પણ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
નવેમ્બર 2025 માં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરતા પહેલા ED ને પરવાનગી લેવી પડશે.આ જ આદેશ હેઠળ,કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમના અને અન્ય લોકો સામે ED ચાર્જશીટને ગેરકાયદેસર જાહેર કરી હતીકારણ કે પરવાનગી લેવામાં આવી ન હતી.આ પછી,ડિસેમ્બરમાં, ED એ LG ને પત્ર લખીને કેજરીવાલ પર કેસ ચલાવવાની પરવાનગી માંગી અને કહ્યું કે કેજરીવાલ દારૂ કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર છે,તેથી તેમને કેસ ચલાવવાની પરવાનગી આપવી જોઈએ.
દિલ્હી હાઈકોર્ટે વિધાનસભામાં CAG રિપોર્ટ પર ચર્ચા ન કરવા બદલ આમ આદમી પાર્ટી સરકારને પણ ઠપકો આપ્યો હતો.જસ્ટિસ સચિન દત્તાની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે દિલ્હી સરકારે ખાસ સત્ર એટલા માટે બોલાવ્યું નથી કે CAG રિપોર્ટ ગૃહમાં રજૂ ન કરવો પડે.કોર્ટે કહ્યું કે આ તમારી પ્રામાણિકતા પર શંકા કરે છે.