હેડલાઈન :
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સજા
- પાકિસ્તાનની કોર્ટે ઇમરાન ખાનને સજા સંભળાવી
- 50 અબજના અલ-કાદરી કૌભાંડમાં દોષિત ઠેરવ્યા
- ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને 14 વર્ષની જેલ
- પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા
- જમીન ટ્રાન્સફરમાં અનિયમિતતાના આરોપો
- ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી જેલમાં બંધ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જમીન ભ્રષ્ટાચાર કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.શુક્રવારે પાકિસ્તાનની એક કોર્ટેઆ સજા સંભળાવી હતી.
Pakistan court convicts Imran Khan and his wife in 190 million pound Al-Qadir Trust case
Read @ANI Story | https://t.co/g4r4UE0IFh#Pakistan #ImranKhan #BushraBibi #AlQadirTrustCase pic.twitter.com/pMWjPwU385
— ANI Digital (@ani_digital) January 17, 2025
ઇમરાન ખાન દ્વારા કરવામાં આવેલા નાણાકીય કૌભાંડો અંગેનો આ ચુકાદો રાવલપિંડી શહેરની એક જેલમાં ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે આપ્યો છે.ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી આ જેલમાં બંધ છે.
પાકિસ્તાનની કોર્ટે 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાન અને તેમની પત્નીને દોષિત ઠેરવ્યા છે.જે અંતર્ગત પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને સજા ફટકારવામાં આવી છે.તેમને 14 વર્ષ જેલમાં રહેવું પડશે તો તેમની પત્ની બુશરા બીબીને પણ આ જ કેસમાં દોષી ઠેરવવામાં આવી છે.તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.એટલુ જ નહી પણ બંને પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 50 અબજ પાકિસ્તાની રૂપિયાના અલ-કાદરી કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.જેમાં ઇમરાન ખાન પર 10 લાખ રૂપિયા અને બુશરા પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.જો આ દંડ ચૂકવવામાં ન આવે તો વધારાની 6 મહિનાની જેલની સજા ભોગવવી પડશે.
ન્યાયાધીશે તાત્કાલિક બુશરા બીબીની ધરપકડનો આદેશ આપ્યો.આ સમય દરમિયાન,તે અડિયાલા કોર્ટની અસ્થાયી જેલમાં ચુકાદો સાંભળી રહી હતી.પોલીસે તેની ધરપકડ કરી છે.