હેડલાઈન :
- કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી
- MUDA કેસને લઈ EDની સિદ્ધારમૈયા સામે કાર્યવાહી
- MUDA કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સંપત્તિ જપ્ત
- સિદ્ધારમૈયા અને અન્ય આરોપીઓની કરોડોની સંપત્તિ જપ્ત કરી
- MUDA કેસ મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ જમીન સાથે સંબંધિત
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મૂડા કેસને લઈને સતત EDના રડાર પર છે.હવે EDએ તેમની આસપાસ સકંજો કડક કરવાનું શરૂ કરી દીધું છે.
તપાસ એજન્સીએ હવે મુડા કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિદ્ધારમૈયા અને અન્ય આરોપીઓની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ED એ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.તપાસ એજન્સીએ હવે MUDA કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિદ્ધારમૈયા અને અન્ય આરોપીઓની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.ED એ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
EDએ જણાવ્યું હતું કે સિદ્ધારમૈયા અને અન્યો સામેના કેસના સંદર્ભમાં,PMLA,2002 ની જોગવાઈઓ હેઠળ રિયલ એસ્ટેટ ડીલરો અને એજન્ટો તરીકે કામ કરતા વિવિધ વ્યક્તિઓના નામે નોંધાયેલ આશરે 300 કરોડ રૂપિયા ની બજાર કિંમત ધરાવતી 142 સ્થાવર મિલકતો અસ્થાયીરૂપથી જપ્ત કરવામાં આવી છે.
– શું છે મુડા કેસ ?
MUDA એટલે મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ.આ મામલો જમીન ફાળવણીમાં થયેલી અનિયમિતતાઓ સાથે સંબંધિત છે.એવો આરોપ છે કે સીએમ સિદ્ધારમૈયાના પરિવારના નામે 14 જગ્યાઓ ખોટી રીતે ફાળવવામાં આવી હતી.તેમને એક મોંઘા વિસ્તારમાં જમીન ફાળવવામાં આવી હતી.જેની કિંમત ખૂબ ઊંચી હતી.એટલું જ નહીં, યોજના બંધ થયા પછી પણ જમીન ફાળવવામાં આવી હતી.નોધનિય છે કે સિદ્ધારમૈયા ઉપરાંત તેમની પત્ની પાર્વતી પણ આ કેસમાં આરપી છે.