હેડલાઈન :
- ફ્રાન્સમાં પેરિસ ખાતે AI એક્શન સમિટ 2025નું આયોજન
- ફ્રાન્સના માર્સેલી પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- PM મોદી અને ગૂગલની CEO સુંદર પિચાઈ વચ્ચે મુલાકાત
- સુંદર પિચાઈએ કહ્યુ ગૂગલ ભારત સાથે AI પર કામ કરશે
- સુંદર પિચાઈએ PM મોદી સાથેની મુલાકાતનો ફોટો શેર કર્યો
- ડિજીટલ પરિવર્તન પર ગૂગલ અને ભારત સાથે મળી કામ કરશે : પિચાઈ
ગૂગલના CEO સુંદર પિચાઈએ પ્રધાનમંત્રી મોદીને મળ્યા.વડાપ્રધાન મોદીને મળીને ખુશ થતાં,પિચાઈએ જાહેરાત કરી કે ગુગલ ભારત સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોટું કામ કરવા જઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર ફ્રાન્સ પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માર્સેલી પહોંચ્યા હતા.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ તેમની સાથે છે.આ પહેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે પેરિસમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સએક્શન સમિટને સંબોધિત કર્યું હતું. આ સમિટમાં ભાગ લેવા આવેલા
વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું કે “ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને હું થોડા સમય પહેલા માર્સેલી પહોંચ્યા.
આ મુલાકાત દરમિયાન ભારત અને ફ્રાન્સને નજીક લાવવાના ઉદ્દેશ્યથી મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. ઉદ્ઘાટન કરાયેલ ભારતીય કોન્સ્યુલેટ લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.હું પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપીશ.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ તેમના X હેન્ડલ પર પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતનો ફોટો શેર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી મોદીને મળીને ખૂબ ખુશ છે.તેમણે કહ્યું કે AI ભારતમાં નવી તકો લાવી રહ્યું છે.આ ડિજિટલ પરિવર્તન પર ગૂગલ અને ભારત સાથે મળીને કામ કરશે.આનાથી ભારતમાં વધુ તકોનું સર્જન થશે.
AI એક્શન સમિટ પહેલાવડાપ્રધાન મોદીએ પેરિસમાં ભારત-ફ્રાન્સ CEO ફોરમને પણ સંબોધિત કર્યું હતું.આ ફોરમ આર્થિક સંબંધોને મજબૂત બનાવવામાં અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડાપ્રધાને કહ્યું કે ભારત અને ફ્રાન્સના ટોચના ઉદ્યોગપતિઓ મુખ્ય ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન કરવા માટે સાથે આવી રહ્યા છે. આ ભવિષ્યની પેઢીઓમાં વિકાસ અને રોકાણને પ્રોત્સાહન આપશે. ઉપરાંત ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા બે મનનો સંગમ છે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર