હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ બાદ અમેરિકાના પ્રવાસે પહોંચ્યા
- વોશિંગ્ટન ડિસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માન સન્માન
- પ્રવાસી ભારતીયોએ કડકડતી ઠંડી વચ્ચે PM મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ
- PM મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે
- PM મોદી યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા
- બ્લેર હાઉસ ખાતે અમેરિકન ધ્વજને ભારતીય ધ્વજથી બદલાવ્યો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી,અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
વડાપ્રધાન મોદીએ X પર લખ્યું,“થોડા સમય પહેલા વોશિંગ્ટન ડીસીમાં ઉતરાણ કર્યું.હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છું.આપણા દેશો આપણા લોકોના હિત અને આપણા ગ્રહના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસમાં રોકાશે.તેમના આગમન પહેલાં બ્લેર હાઉસ ખાતે અમેરિકન ધ્વજને ભારતીય ધ્વજથી બદલવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે.
વડાપ્રધાન મોદીનું અહીં આગમન થતાં ભારતીય પ્રવાસીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. “શિયાળાની ઠંડીમાં ઉષ્માભર્યું સ્વાગત,” પ્રધાનમંત્રીએ પોસ્ટ પર લખ્યું.ઠંડી હોવા છતાં વોશિંગ્ટન ડીસીમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા મારું ખૂબ જ ખાસ સ્વાગત કરવામાં આવ્યું છે.હું તેમનો આભાર માનું છું.”
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા.ટ્વિટર પર આ માહિતી શેર કરતા પ્રધાનમંત્રીએ લખ્યું,”ગબાર્ડ સાથે ભારત-અમેરિકા મિત્રતાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.તે હંમેશા ભારતની મજબૂત સમર્થક રહી છે.
તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસમાં રોકાશે.તેમના આગમન પહેલાં,બ્લેર હાઉસ ખાતે અમેરિકન ધ્વજને ભારતીય ધ્વજથી બદલવામાં આવ્યો હતો.વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે.મોદી બુધવારે ફ્રાન્સથી અમેરિકા જવા રવાના થયા.આ તેમની બે દેશોની મુલાકાતનો બીજો તબક્કો છે. તે 10 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાતો કરવાના છે.20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ પછી અમેરિકાની મુલાકાત લેનારા થોડા વિશ્વ નેતાઓમાં તેઓનો સમાવેશ થાય છે.વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર