શુક્રવારે વાતચીત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉગ્ર દલીલો બાદ, ઝેલેન્સકીએ ટ્રમ્પની માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં, તેમણે આ ઘટનાને બંને પક્ષો માટે ‘સારી નથી’ ગણાવી હતી.
જોકે, ઝેલેન્સકીએ કહ્યું કે જો અમેરિકા પોતાનો ટેકો પાછો ખેંચી લેશે, તો રશિયા સામે યુક્રેનનો બચાવ કરવો “અમારા માટે મુશ્કેલ” બની જશે. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની ઉગ્ર દલીલોને જાહેરમાં પ્રસારિત કરવા બદલ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, ‘હું નમ્રતા જાળવી રાખવા માંગુ છું.’
‘હું રાષ્ટ્રપતિનો આદર કરું છું પણ માફી નહીં’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની માફી માંગશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘ના, હું રાષ્ટ્રપતિનો આદર કરું છું.’ હું અમેરિકાના લોકોનો પણ આદર કરું છું. મને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું છે.
જ્યારે, તાજેતરના સમયમાં ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વધતી નિકટતા અંગે, ઝેલેન્સકીએ કહ્યું, ‘હું ઇચ્છું છું કે તેઓ (ટ્રમ્પ) વચ્ચે રહે.’ હું પણ ઈચ્છું છું કે તે અમારી બાજુમાં રહે. શુક્રવારની ગરમાગરમ ચર્ચા પછી શું તેમના અને ટ્રમ્પના સંબંધો સુધરી શકે છે? આના પર ઝેલેન્સકીએ જવાબ આપ્યો, ‘હા, ચોક્કસ.’
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે કેમેરા સામે ઉગ્ર બોલાચાલી બાદ આખી દુનિયા ચોંકી ગઈ છે. મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ટ્રમ્પે વાતચીતમાં વિક્ષેપ પાડ્યો. મીડિયા સામેની આ સામાન્ય ચર્ચા પછી, ટ્રમ્પ કંઈક ખાસ કહેવાના હતા. એટલે કે, ખનિજ સોદા પર એક કરાર, પરંતુ વચ્ચે જ વાત બગડી ગઈ, અને તે સુરક્ષા સોદાના પ્રશ્નથી શરૂ થઇ હતી.