હેડલાઈન :
- ભારત રશિયા વચ્ચે T-72 ટેન્કના એન્જિન માટે કરાર થયા
- સંરક્ષણ મંત્રાલયના રશિયન કંપની રોસોબોરોનેક્સપોર્ટ સાથે કરાર
- T-72 ટેન્કનું શક્તિશાળી 1000 HP એન્જિન ખરીદવા કરાર પર હસ્તાક્ષર
- મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે બંને વચ્ચે કરાર કરાયો
- RCV સંપૂર્ણપણે ભારતની ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા પર કેન્દ્રિત
ભારતીય સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે રશિયન કંપની રોસોબોરોનેક્સપોર્ટ સાથે T-72 ટેન્કનું શક્તિશાળી 1000 HP એન્જિન ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા.આ કરાર હેઠળ, મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે એક કરાર કરવામાં આવ્યો છે.
રશિયન રોસોબોરોનેક્સપોર્ટ મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગ રૂપે ToT હેઠળ એન્જિનના એકીકરણ અને લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદન માટે ચેન્નાઈ સ્થિત આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડને ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરશે. વાસ્તવમાં, T-72 ટેન્ક ભારતનો ખૂબ જ વિશ્વસનીય ભાગીદાર છે,પરંતુ હાલમાં તેમાં ફક્ત 780 HP એન્જિન જ લગાવવામાં આવ્યું છે,જેને ભારતીય સેના 1000 HP સુધી લઈ જવા માંગે છે.
આ સોદા દ્વારા આ ટેન્કોને અપગ્રેડ કરવાની યોજના છે. 40 વર્ષથી વધુ જૂની આ ટેન્કોને અપગ્રેડ કરવા ઉપરાંત, આ યુદ્ધ ટેન્કોને ભવિષ્યના લડાયક વાહનો FRCVથી બદલવાની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે.એવું માનવામાં આવે છે કે FRCV સંપૂર્ણપણે ભારતની ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા પર કેન્દ્રિત છે.તે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને બહુ-શસ્ત્ર પ્લેટફોર્મ પર સંચાલન કરવા સક્ષમ છે.