હેડલાઈન :
- અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યુ
- કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા BAPS મંદિર નિશાને
- BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ-વાંધાજનક સૂત્રો લખાયા
- દિવાલો પર હિન્દુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી સૂત્રો લખવામાં આવ્યા
- દિવાલ પર હિન્દુઓ પાછા જાઓ જેવા ગંભીર વાક્યો લખેલા હતા
- અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવ્યા પછીના મહિનાઓમાં બીજી ઘટના
- સમગ્ર ઘટના અંગે ભારતીય વિદેશ મંત્રાલયે કડક નિંદા કરી
અમેરિકાના કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે.રવિવારે હુમલાખોરોએ હિન્દુ મંદિરની દિવાલો પર વાંધાજનક અને ભારત વિરોધી સૂત્રો લખ્યા અને તોડફોડ કરી હતી.અમેરિકામાં ટ્રમ્પ સરકાર સત્તામાં આવ્યા પછીના મહિનાઓમાં અમેરિકામાં આ બીજી ઘટના છે.
– સમગ્ર ઘટના બાદ સ્થાનિક હિન્દુ ચિંતિત
મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેની દિવાલો પર હિન્દુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.તેમાં હિન્દુઓ પાછા જાઓ જેવા ગંભીર વાક્યો લખેલા હતા.આ સમગ્ર ઘટના બાદ ત્યાં રહેતા હિન્દુ લોકો ચિંતિત છે BAPS પબ્લિક અફેર્સે જણાવ્યું હતું કે મંદિરને અપવિત્ર કરવાની બીજી ઘટના બાદ ચિનો હિલ્સમાં હિન્દુ સમુદાય નફરત સામે અડગ છે.ચિનો હિલ્સ અને સધર્ન કેલિફોર્નિયાના સમુદાય સાથે મળીને અમે ક્યારેય નફરતને મૂળિયાં પકડવા દઈશું નહીં. આપણી સહિયારી માનવતા અને શ્રદ્ધા શાંતિ અને કરુણાનો વાસ સુનિશ્ચિત કરશે. જોકે આ ઘટના અંગે ચિનો હિલ્સ પોલીસ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ આ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
– વિદેશ મંત્રાલયની મંદિર પર થયેલા હુમલાની કડક નિંદા
ભારતીય વિદેશ મંત્રાલયે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની કડક નિંદા કરી છે.તેમજ આમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે.હિન્દુ મંદિરની દિવાલો પર તોડફોડ અને અશ્લીલ ટિપ્પણીઓ પર વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે.મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે અમે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને આ કૃત્યો માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા અને પૂજા સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ.એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમે આ બર્બરતાને સહન કરીશું નહીં..