હેડલાઈન :
- અમેરિકન શેર માર્કેટમાં સર્જાઈ અંધાધૂંધી
- યુએસ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો
- આર્થિક મંદીના ડરથી નાસ્ડેક 4 ટકા ઘટ્યો
- શેર માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોમાં ગભરાટ
- વર્ષ 2020 પછી સૌથી મોટો એક દિવસીય ઘટાડો
સોમવારે યુએસ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો,જેના કારણે રોકાણકારોમાં ગભરાટ વધી ગયો હતો.ટેક ઇન્ડેક્સ નાસ્ડેકમાં 4 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો જે 2020 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.આ ભારે વેચવાલી પાછળનું કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંદી અંગેની ટિપ્પણી હોવાનું કહેવાય છે.
સોમવારે ત્રણેય મુખ્ય યુએસ ઇન્ડેક્સ,ડાઉ જોન્સ,S&P 500 અને Nasdaq,લાલ નિશાનમાં ખુલ્યા અને દિવસભર ઘટાડામાં રહ્યા.ટ્રેડિંગના અંતે ડાઉ જોન્સ 890 પોઈન્ટ ઘટીને બંધ થયો જ્યારે S&P 500 2.7 ટકા ઘટ્યો.ટેક કંપનીઓને સૌથી વધુ અસર થઈ,જેના કારણે Nasdaq 4 ટકા ઘટ્યો.સપ્ટેમ્બર 2022 પછી નાસ્ડેક માટે આ સૌથી મોટો ઘટાડો હતો.
યુએસ શેરબજારમાં ભારે ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ બજારમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે,જેના કારણે ગયા મહિને ટોચ પર પહોંચેલા S&P 500નું મૂલ્ય અત્યાર સુધીમાં $4 ટ્રિલિયન એટલે કે લગભગ રૂ. 350 લાખ કરોડ ઘટી ગયું છે.પહેલા જ્યાં વોલ સ્ટ્રીટ ટ્રમ્પની આર્થિક નીતિઓનું સ્વાગત કરી રહ્યું હતું ત્યાં હવે તેમની ટેરિફ નીતિને કારણે મંદીના ભયથી ઘેરાયેલું છે જેના કારણે રોકાણકારોમાં ગભરાટ વધી ગયો છે અને શેરબજારમાં સતત વેચવાલી ચાલી રહી છે.