હેડલાઈન :
- US વહીવટી તંત્રના બે ટોચના અધિકારીઓ ભારત આવશે
- US ના બંને અધિકારીઓ ટૂંક સમયમાં ભારતની કરશે મુલાકાત
- US નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ભારત આવશે
- અમેરિકાની ઉપ રાષ્ટ્રપતિ જે.ડી.વાન્સ પણ ભારતની મુલાકાત આવશે
- ગયા મહિને વાન્સે ફ્રાન્સ અને જર્મનીની વિદેશ યાત્રા કરી હતી
- તુલસી ગાબાર્ડ આવતા અઠવાડિયે ભારતમાં સુરક્ષા પરિષદમાં ભાગ લેશે
યુએસ વહીવટીતંત્રના બે ટોચના નવા અધિકારીઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે.યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લેશે.તેમના ઉપરાંત, અમેરિકામાં ટ્રમ્પના નંબર બે એટલે કે ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સ પણ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવશે.અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી જે.ડી.વાન્સનો આ બીજો વિદેશ પ્રવાસ હશે.એક અહેવાલ મુજબ જે.ડી.વાન્સ તેમની પત્ની ઉષા વાન્સ સાથે આવશે.ગયા મહિને વાન્સે ફ્રાન્સ અને જર્મનીની પોતાની પહેલી વિદેશ યાત્રા કરી હતી.
– તુલસી ગબાર્ડ રાયસીના સંવાદમાં ભાગ લેશે
યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ એશિયાની મુલાકાતે આવી રહ્યા છે.તેઓ આવતા અઠવાડિયે ભારતમાં સુરક્ષા પરિષદમાં ભાગ લેશે.સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગબાર્ડે જાહેરાત કરી કે તેઓ જાપાન,થાઇલેન્ડ અને ભારતની યાત્રા કરી રહ્યા છે.તુલસી નવી દિલ્હીમાં રાયસીના સંવાદમાં ભાષણ આપશે.અહેવાલો અનુસાર,બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSAજોનાથન પોવેલ અને કેનેડિયન સુરક્ષા ગુપ્તચર સેવા CSISના ડિરેક્ટર ડેનિયલ રોજર્સ પણ સુરક્ષા પરિષદમાં હાજરી આપે તેવી શક્યતા છે.
ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ દરમિયાન જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ઉગ્ર ભાષણ આપ્યું,જ્યાં તેમણે ગેરકાયદેસર સ્થળાંતર સાથે નબળા વ્યવહાર,ધાર્મિક સ્વતંત્રતાને અવગણવા અને ચૂંટણીઓને ઉથલાવી પાડવા બદલ યુરોપિયન સરકારોની ટીકા કરી હતી.પેરિસ એઆઈ એક્શન સમિટ દરમિયાન જે.ડી.વાન્સ તેમના પરિવાર સાથે પીએમ મોદીને મળ્યા હતા.આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દયાળુ ગણાવ્યા હતા.તો વડાપ્રધાન મોદીએ જે.ડી.વાન્સના બાળકોને ભેટ પણ આપી હતી.