હેડલાઈન :
- Jio એ એલોન મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યા
- સ્ટારલિંક સ્પેસએક્સ કંપની દ્વારા બનાવવામાં આવી
- લોકોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા ઉદ્દેશ્ય
- હાઈ સ્પિડ માટે કોઈ ટાવર લગાવવાની જરૂર નહી
- સ્ટારલિંક સર્વિસે મુકેશ અંબાણીની જિયો સાથે સોદો કર્યો
સ્ટારલિંક સ્પેસએક્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે.આ દ્વારા લોકોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવાની છે.આ માટે ક્યાંય ટાવર લગાવવાની જરૂર નથી.
– સ્ટારલિંક સર્વિસે મુકેશ અંબાણીની જિયો સાથે સોદો
એલોન મસ્ક ભારતમાં તેમની સ્ટારલિંક સેવાનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છે.આ માટે સ્ટારલિંકે પહેલા એરટેલ સાથે કરાર કર્યો હતો અને હવે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો સાથે જોડાણ કર્યું છે.
તમને જણાવી દઈએ કે એલોન મસ્ક ઘણા સમયથી ભારતમાં તેમની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા એટલે કે સ્ટારલિંક શરૂ કરવા માંગતા હતા.આ અંતર્ગત તેમણે ભારતની બે પ્રખ્યાત ટેલિકોમ કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે.સ્ટારલિંક અને જિયો વચ્ચેના આ સોદાની માહિતી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા આપવામાં આવી છે.
સ્ટારલિંક સ્પેસએક્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે.આ દ્વારા લોકોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવાની છે.આ માટે ક્યાંય ટાવર લગાવવાની જરૂર નથી.જોકે,એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં તેની સેવા શરૂ કરવામાં થોડો સમય લાગી શકે છે.કારણ કે કંપનીને હજુ સુધી કેટલીક મંજૂરીઓ મળી નથી.
સ્ટારલિંકના જિયો અને એરટેલ સાથેના સોદાને કારણે ભારતીય ગ્રાહકોને ઝડપી ઇન્ટરનેટ સ્પીડનો લાભ મળવાનો છે.તમને જણાવી દઈએ કે સ્ટારલિંક પાસે હજારો લો અર્થ ઓર્બિટ ઉપગ્રહો છે.આ ઉપગ્રહો લેસર લિંક્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે, જેનાથી ડેટા ઝડપથી ટ્રાન્સમિટ થાય છે. અને ડેટાના ઝડપી ટ્રાન્સમિશનને કારણે,ગ્રાહકો હાઇ સ્પીડ ઇન્ટરનેટ મેળવી શકશે.
આ માટે તમારે સ્ટારલિંક ટર્મિનલ નામનું એક નાનું ઉપકરણ ઇન્સ્ટોલ કરવું પડશે. આ ઉપકરણ ઉપગ્રહમાંથી સિગ્નલ પ્રાપ્ત કરવાનું શરૂ કરશે. જેના કારણે તમને હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળશે.