હેડલાઈન :
- ICC ચેમ્પિયનસ ટ્રોફી બાદ હવે દેશમાં જામશે IPL 2025નો ફિવર
- IPL 2025ની 18 મી સીરિઝ નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 22 માર્ચે
- કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં KKR અને RCB વચ્ચે પહેલી મેચ
- કોલકાતામાં મુકાબલો શરૂ થાય તે પહેલા થશે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ
- IPLના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે
- રજત પાટીદારને RCBની કેપ્ટનશીપ,KKR ની કમાન અજિંક્ય રહાણેના હાથમાં
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPLની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (KKR vs RCB) વચ્ચે રમાશે. તે પહેલાં એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે.
– IPLની પહેલી મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે
IPL 2025નો ઉદ્ઘાટન સમારોહ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે યોજાશે.જેની પહેલી મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે ટોસ સાંજે 7 વાગ્યે થશે.આ પહેલા IPL ઉદ્ઘાટન સમારોહનો કાર્યક્રમ સાંજે 6 વાગ્યે શરૂ થશે. IPLના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે.પરંતુ સમારોહમાં કયા કલાકારો પરફોર્મ કરશે તેની હજુ સુધી પુષ્ટિ થઇ નથી. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2025ની પહેલી મેચ આરસીબી સામે રમશે. આ વખતે RCB એ રજત પાટીદારને કેપ્ટનશીપ સોંપી છે. જ્યારેKKR ની કમાન સિનિયર ખેલાડી અજિંક્ય રહાણેના હાથમાં છે.
– IPL 2025 કુલ 10 ટીમો વચ્ચે રમાશે
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો રમી રહી છે.