હેડલાઈન :
- મણિપુરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા
- સુરક્ષા દળોએ મણિપુરમાં 6 ઉગ્રવાદીઓની ધરપકડ કરી
- અલગ અલગ કાર્યવાહીમાં છ ઉગ્રવાદી અને દાણચોરોની ધરપકડ
- ઉગ્રવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને માદક દ્રવ્યો મળ્યા
મણિપુરમાં સુરક્ષા દળો અને પોલીસે અલગ અલગ કાર્યવાહીમાં છ આતંકવાદીઓ અને દાણચોરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને માદક દ્રવ્યો મળી આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, થોઉબલ જિલ્લાના ઉયોખચિંગના હેરોક પાર્ટ-III ખાતે કૃષ્ણદાસ ફાર્મ હાઉસ નજીકથી સક્રિય KCP કેડર,લૈશરામ બોઈનાવ ઉર્ફે બોઈ ઉર્ફે લંગમની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 303 LMG, મેગેઝિન,જીવતા કારતૂસ, હેન્ડ ગ્રેનેડ,રેડિયો સેટ,બુલેટપ્રૂફ જેકેટ, છદ્માવરણ કપડાં,સ્ટેમ્પ પેડ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
અન્ય એક કાર્યવાહીમાં પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ઉત્તર AOC માં વિંગર પાર્કિંગ નજીકથી થિયો ડેવિડ ચોથે અને યુલુંગ જેફરસન ચોથેની ધરપકડ કરી.તેની પાસેથી 47.6 કિલો ગાંજો મળી આવ્યો છે.
મ્યાનમારના તામુના રહેવાસી હેરીની ટેંગનૌપાલ જિલ્લાના મોરેહ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ શિજાંગ ગામ નજીક ધરપકડ કરવામાં આવી હતી.તે હાઓલેનફાઇથી બાઇક પર આવી રહ્યો હતો.તેની પાસેથી લગભગ 4.4 કિલો WIY ટેબ્લેટ,એક મોબાઇલ ફોન અને MSF એપોઇન્ટમેન્ટ કાર્ડ મળી આવ્યું હતું.
આ ઉપરાંત પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામસંગ બજારમાંથી KCP (સિટી મેઇતેઇ)ના બે સક્રિય સભ્યો,સોઇબામ ઇનાઓચા સિંહ અને થોંગમ દીપક સિંહ ઉર્ફે ઇનાઓની ધરપકડ કરી હતી.આ બંને ઇમ્ફાલ વિસ્તારમાં ખંડણીમાં સામેલ હતા.તેમની પાસેથી બે મોબાઈલ ફોન અને 1100 રૂપિયા રોકડા ધરાવતું પાકીટ મળી આવ્યું હતું.
આ સાથે જ મણિપુર પોલીસે લેમ્ફાલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લાંગોલ ગેમ વિલેજ ડોન III માંથી PREPAK (પ્રો) સંગઠનની એક મહિલા સક્રિય સભ્ય,લાઇહાઓરુંગબમ (એન) લૈશરામ (ઓ) સનાતોમ્બી દેવી ઉર્ફે ઇચલ ની ધરપકડ કરી.તે ડોક્ટરો અને દુકાનદારોને ધમકીભર્યા પત્રો મોકલી રહી હતી.તેની પાસેથી એક મોબાઈલ ફોન અને એક પત્ર મળી આવ્યો હતો.