હેડલાઈન :
- ઈસ્લામિક કટ્ટરપંથીઓનો હિન્દુ ઉજવણીમાં કાંકરીચાળાના આદત પડી
- ક્ટ્ટરપંથીઓનો હવે હિન્દુઓની હોળી ઉજવણીમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ
- ઝારખંડ અને પંજાબમાં ઉગ્રવાદીઓને હોળી ઉજવણી જાણે કે પસંદ ન આવી
- ઝારખંડના ગિરિડીહમાં દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી
- પંજાબના લુધિયાણાના મિયાં માર્કેટમાં ઈંટો,પથ્થરો,બોટલો ફેંકવામાં આવ્યા
- ઝારખંડમાં હોળીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ
આજ કાલ હિન્દઓના તહેવારે વખતે કાંકરીચાળો કરવાની ક્ટ્ટરપંથી ઉગ્રવાદીઓને જાણે કે આદત પડી ગઈ હોય તેમ હવે હોળીની ઉજવણી પણ તેમને પસંદ ન આવી.જેમાં ઝારખંડના ગિરિડીહમાં દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી,તો પંજાબના લુધિયાણાના મિયાં માર્કેટમાં ઈંટો,પથ્થરો અને બોટલો ફેંકવામાં આવી હતી.
ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શુક્રવારે 14 માર્ચ 2025ના રોજ હોળીના શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.આ ઘટના ઘોરથંબા વિસ્તારમાં બની હતી જ્યાં મુસ્લિમોએ હોળીના શોભાયાત્રાના રૂટનો વિરોધ કર્યો હતો.આ પછી બંને પક્ષો વચ્ચે દલીલ શરૂ થઈ જે ટૂંક સમયમાં પથ્થરમારા અને હિંસામાં ફેરવાઈ ગઈ.આ અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.ગુસ્સે ભરાયેલા ટોળાએ ઓછામાં ઓછી ત્રણ દુકાનો અને અનેક વાહનોને આગ ચાંપી દીધી જેના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ.જોકે જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ગિરિડીહના એસપીએ જણાવ્યું હતું કે સમુદાયો અને બદમાશો બંનેની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું,“ઓળખ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને કોઈને ગંભીર ઈજા થઈ નથી.ખોરીમહુઆ એસડીપીઓ રાજેન્દ્ર પ્રસાદે એમ પણ કહ્યું કે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત શુક્રવારે 14 માર્ચ 2025ના રોજ લુધિયાણાના ફોકલ પોઈન્ટ વિસ્તારમાં બિહારી કોલોની નજીક એક મસ્જિદની આસપાસ પથ્થરમારો થયા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા હતા.પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.અહેવાલો અનુસાર અથડામણ દરમિયાન બંને પક્ષોએ ઇંટો,પથ્થરો અને બોટલો ફેંકી હતી,જેના કારણે કેટલાક વાહનોમાં તોડફોડ પણ થઈ હતી.આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
સૂત્રો અનુસાર મસ્જિદની સામે ડીજે વગાડવાની ઘટના બાદ અથડામણ ફાટી નીકળી હતી.આ પછી મસ્જિદ પાસે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.ડીજે વગાડવાને લઈને બંને પક્ષો વચ્ચે દલીલ થઈ હતી.આ પછી તેઓએ એકબીજા પર પથ્થરમારો પણ કર્યો.માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.