હેડલાઈન :
- રશિયા અને યુક્રેન વચ્ચે આંશિક યુદ્ધ વિરામ માટે સંમત
- રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસનો યુદ્ધવિરામ લાગુ
- વ્લાદિમીર પુતિન અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત
- રશિયા-યુક્રેન સમક્ષ પાંચ મહત્વપૂર્ણ શરતો મૂકવામાં આવી
- શરતો વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સકીએ સ્વીકારવી પડશે
- રશિયાનું નિવેદન યુક્રેનના ઉર્જા સ્થળો પર હુમલો ન કરવા સંમત
રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસ માટે મર્યાદિત યુદ્ધવિરામ એટલે કે આંશિક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે.રશિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત બાદ 30 દિવસ સુધી યુક્રેનના ઉર્જા ઠેકાણાઓ પર હુમલો ન કરવા સંમત થયા છે.જોકે આ યુદ્ધને સંપૂર્ણ વિરામ આપવા માટે, રશિયા અને યુક્રેન સમક્ષ પાંચ મહત્વપૂર્ણ શરતો મૂકવામાં આવી છે.આ બધી શરતો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સ્વીકારવી પડશે.
– 175 કેદીઓની આપ-લે કરવામાં આવશે
રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓના વિનિમય માટે કરાર થયો છે. બંને દેશોના 175 કેદીઓને મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, રશિયાએ સદ્ભાવનાના સંકેત તરીકે 23 ગંભીર રીતે ઘાયલ યુક્રેનિયન સૈનિકોને કિવને સોંપવાનો પણ નિર્ણય લીધો છે. આ પગલું શાંતિ મંત્રણાને આગળ વધારવા માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પુતિન સંમત થયા છે કે રશિયા હવે કાળા સમુદ્રમાં વેપારી જહાજો અથવા અન્ય દરિયાઈ સંપત્તિઓ પર હુમલો કરશે નહીં. આ નિર્ણય કાળા સમુદ્ર દ્વારા વૈશ્વિક વેપારને સુરક્ષિત કરશે અને યુક્રેનને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અને લશ્કરી સહાય ચાલુ રાખવાની મંજૂરી આપશે.
– કાયમી યુદ્ધવિરામ પર વાતચીત થશે
હાલમાં 30 દિવસ માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ કાયમી ઉકેલ શોધવા માટે રશિયા અને યુક્રેન વચ્ચે વધુ વાટાઘાટો કરવી પડશે. આ મુદ્દા અંગે, રશિયા અને અમેરિકાએ એક સંયુક્ત નિષ્ણાત સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે, જે યુદ્ધવિરામને કાયમી ધોરણે લાગુ કરવા માટે ઉકેલ શોધશે. આ કરાર હેઠળ, યુક્રેનને કોઈપણ નવી લશ્કરી ભરતી બંધ કરવી પડશે અને શસ્ત્રોનો પુરવઠો પણ બંધ કરવો પડશે. યુદ્ધ દરમિયાન, રશિયા અને યુક્રેન એકબીજાના ઉર્જા માળખા પર હુમલો કરી રહ્યા છે. હવે પુતિન અને ઝેલેન્સકી સંમત થયા છે કે ઉર્જા ક્ષેત્ર પરના હુમલાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આ કરારનો ઉદ્દેશ્ય યુક્રેન અને રશિયા બંનેની અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનો અને યુરોપમાં ઉર્જા સંકટ ઘટાડવાનો છે.