હેડલાઈન :
- યુએસ સેન્ટ્રલ બેંક ફેડે ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડો ન કર્યો
- ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં લેવાયો આ અંગે નિર્ણય
- ફેડરલ રિઝર્વે વ્યાજ દરો 4.25-4.50 ટકાના વર્તમાન સ્તરે જાળવી રાખ્યા
- 2025માં બીજી વખત યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો
- જાન્યુઆરી મહિનામાં પણ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડો ન કરવાનો નિર્ણય લીધો છે.ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દરો 4.25 – 4.50 ટકાના વર્તમાન સ્તરે જાળવી રાખ્યા છે.2025માં સતત બીજી વખત યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.જાન્યુઆરી મહિનામાં પણ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
માર્ચ મહિનામાં ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો ન કર્યો હોય શકે.પરંતુ 2025માં ફેડે સૂચવ્યું છે કે તે વ્યાજ દરમાં બે વાર ઘટાડો કરી શકે છે.2025માં વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થવાની શક્યતા છે.ફેડરલ રિઝર્વે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનને કારણે યુએસ અર્થતંત્રમાં વધતી અનિશ્ચિતતા પર ચિંતા વ્યક્ત કરી છે અને ફુગાવો વધવાની આશંકા પણ વ્યક્ત કરી છે.તેણે ફુગાવાનો અંદાજ 2.5 ટકાથી વધારીને 2.8 ટકા કર્યો છે. અમેરિકાનો આર્થિક વિકાસ દર અંદાજ 2.1 ટકાથી ઘટાડીને 1.7 ટકા કરવામાં આવ્યો છે.
યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સ્વીકાર્યું કે ફુગાવા પર ટેરિફની અસરનું મૂલ્યાંકન કરવું એક પડકાર છે. તેમણે કહ્યું કે હાલનો સર્વે દર્શાવે છે કે ટ્રમ્પના ટેરિફ પ્લાનને કારણે ફુગાવો વધવાનું જોખમ છે અને વેપાર નીતિ સહિતના કારણોસર ફુગાવો વધી રહ્યો છે.અગાઉ ફેડરલ રિઝર્વે બે વાર વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી યુએસ શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી અને બજાર મોટા વધારા સાથે બંધ થયું.આની અસર એશિયન બજારો પર પણ પડી છે અને તેના કારણે ભારતીય બજાર પણ તેજી સાથે ખુલવાના સંકેત મળી રહ્યા છે.