હેડલાઈન :
- નાગપુર હિંસા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી
- માસ્ટર માઇન્ડ ફહીમ ખાન સામે રાજદ્રોહનો કેસ
- ફહીમ ખાન સહિત 6 સામે રાજદ્રોહનો કેસ નોંધાયો
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભડકાઉ પોસ્ટ કરાઈ હતી
- ફેસબુક,એક્સ,યુટ્યુબ પરથી લગભગ 230 પોસ્ટની ઓળખ
- 50 આરોપીઓ સામે કેસ કુલ 4 સામે FIR નોંધવામાં આવી
- નાગપુર શહેરના 11 સ્થળોએ લાદવામાં આવેલ હતો કર્ફ્યુ
- 11 માંથી ગુરુવારે છ સ્થળોએ આંશિક રીતે છૂટછાટ અપાઈ
- સાયબર સેલના ડેપ્યુટી પોલીસ કમિશનરે આપી માહિતી
નાગપુર રમખાણોના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન સહિત 6 લોકો સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક,એક્સ અને યુટ્યુબ પરથી લગભગ 230 પોસ્ટ ઓળખવામાં આવી છે.
– નાગપુર હિંસા કેસમાં 6 લોકો સામો રાજદ્રોહનો કેસ
નાગપુર રમખાણોના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન સહિત 6 લોકો સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક,એક્સ અને યુટ્યુબ પરથી લગભગ 230 પોસ્ટ ઓળખવામાં આવી છે. આ કેસમાં 50 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને કુલ 4 એફઆઈઆર નોંધવામાં આવી છે.શહેરના 11 સ્થળોએ લાદવામાં આવેલા કર્ફ્યુમાંથી, ગુરુવારે છ સ્થળોએ આંશિક રીતે છૂટછાટ આપવામાં આવી હતી.
– રમખાણોના વીડિયો વાયરલ કરી ભડકાઉ ટિપ્પણીઓ કરી
સાયબર સેલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ લોહિત મટાણીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નાગપુરમાં ફરીથી હિંસા ભડકાવવા માટે અત્યંત ખતરનાક અને ઉશ્કેરણીજનક પોસ્ટ ફેલાવવા બદલ ફહીમ ખાન સહિત 6 લોકો સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.ડીસીપી મટાણીના જણાવ્યા અનુસાર ફહીમ ખાન અને અન્ય આરોપીઓએ રમખાણોના વીડિયો વાયરલ કરીને અને ભડકાઉ ટિપ્પણીઓ કરીને હિંસા ભડકાવી હતી.17 માર્ચથી, ફેસબુક,એક્સ અને યુટ્યુબ પરથી લગભગ 230 પોસ્ટ ઓળખવામાં આવી છે.આમાંના કેટલાકમાં વિડિઓઝનો પણ સમાવેશ થાય છે.આ કેસમાં 50 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને કુલ 4 એફઆઈઆર નોંધવામાં આવી છે.
– નંદનવન-કપિલ નગર વિસ્તારમાંથી કર્ફ્યુ હટાવ્યો
રમખાણો પછી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે નાગપુરના કોટવાલી,ગણેશપેઠ,તહેસીલ,લાકડાગંજ, પચપાવલી,શાંતિ નગર,સક્કરદરા,નંદનવન,ઇમામવાડા,યશોધરા નગર,કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો હતો.હવે સમીક્ષા પછી પોલીસ કમિશનરે નંદનવન અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લીધો છે.લકડગંજ,પચપાવલી,શાંતિ નગર,સક્કરદરા,ઇમામવાડા અને યશોધરા નગર થાણે વિસ્તારોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી હતી.આ પછી કર્ફ્યુ ફરીથી લાદવામાં આવ્યો.કોટવાલી ગણેશપેઠ અને તહેસીલ વિસ્તારોમાં આગામી આદેશ સુધી કર્ફ્યુ ચાલુ રહેશે.