હેડલાઈન :
- છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે CBI ની તપાસ
- અશ્લીલ સીડી કાંડ અંગે તપાસ માટે CBI ની કાર્યવાહી હોઈ શકે
- અશ્લીલ સીડી કાંડ મામલે કોર્ટે ભૂપેશ બઘેલને આરોપ મુક્ત કર્યા હતા
- CBI એ રિવિઝન અરજી દાખલ કરી છે જેની સુનાવણી 4 એપ્રિલે થશે
- CBI એ IPS અધિકારી આરિફ શેખના ઘરે પણ દરોડા પાડ્યાની માહિતી
26 માર્ચ 2025 ને બુધવારે સવારે CBIની ટીમ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે પહોંચી છે.એવું માનવામાં આવે છે કે CBI આ કાર્યવાહી અશ્લીલ સીડી કાંડ અંગે કરવામાં આવી છે.
#WATCH रायपुर | महादेव बेटिंग ऐप से जुड़े एक मामले में छत्तीसगढ़ के पूर्व मुख्यमंत्री भूपेश बघेल के आवास पर CBI की छापेमारी जारी है। https://t.co/hFbEIsv9Tw pic.twitter.com/9ndFl6Mv3O
— ANI_HindiNews (@AHindinews) March 26, 2025
આ કેસમાં કોર્ટે ભૂપેશ બઘેલને આરોપોમાંથી મુક્ત કર્યા હતા,પરંતુ CBIએ રિવિઝન અરજી દાખલ કરી છે જેની સુનાવણી 4 એપ્રિલે થવાની છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહાદેવ સત્તા એપ અંગે સીબીઆઈની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી ગઈ છે.
ભૂપેશ બઘેલના નજીકના સાથી વિનોદ વર્માના ઘરે પણ દરોડાના સમાચાર સામે આવ્યા છે.આ ઉપરાંત, CBIએ IPS અધિકારી આરિફ શેખના ઘરે પણ દરોડા પાડ્યા છે.CBI ટીમ વહેલી સવારે ભિલાઈ અને રાયપુર નિવાસસ્થાને પહોંચી.
અગાઉ પણ ED ટીમે આ જ સમયે આવી જ રીતે દરોડા પાડ્યા હતા.સીડી કૌભાંડ કેસમાં CBIએ રિવિઝન અરજી દાખલ કરી હતી.આ કેસમાં,કોર્ટે ભૂપેશ બઘેલને મુક્ત કરી દીધા હતા અને રિવિઝન અરજી પર 4 એપ્રિલે સુનાવણી થવાની છે.
છેલ્લી સુનાવણી દરમિયાન CBIએ એક અરજી દાખલ કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુરાવા અને સાક્ષીઓના આધારે કેસમાં મહત્વપૂર્ણ માહિતી મળી છે.તેથી આ કેસની ફરીથી સુનાવણી થવી જોઈએ.જો ખાસ કોર્ટ CBIની અરજી સ્વીકારે તો પણ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને કોર્ટમાં હાજર રહેવું પડી શકે છે.CBIપાસે નવી માહિતી હોવાથી આ કેસમાં નવી સુનાવણી શરૂ થવાની શક્યતા છે.
छत्तीसगढ़ के पूर्व मुख्यमंत्री भूपेश बघेल ने ट्वीट करते हुए लिखा, "अब CBI आई है। आगामी 8 और 9 अप्रैल को अहमदाबाद (गुजरात) में होने वाली AICC की बैठक के लिए गठित “ड्राफ़्टिंग कमेटी” की मीटिंग के लिए आज पूर्व मुख्यमंत्री भूपेश बघेल का दिल्ली जाने का कार्यक्रम है। उससे पूर्व ही CBI… https://t.co/hFbEIsv9Tw pic.twitter.com/lRElsFpI3l
— ANI_HindiNews (@AHindinews) March 26, 2025
અત્રે એ ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું, “હવે CBI આવી ગઈ છે.ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદમાં યોજાનારી AICC બેઠક માટે રચાયેલી “ડ્રાફ્ટિંગ કમિટી”ની બેઠક માટે આજે દિલ્હી જવાના છે.તે પહેલા CBI રાયપુર અને ભિલાઈ નિવાસ પહોંચી છે.”