હેડલાઈન :
- નેપાળમાં રાજાશાહી ફરી શરૂ કરવાની માંગ વધુ ઉગ્ર બની
- કાઠમંડુના વિસ્તારોમાં રાજાશાહી સમર્થકો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- હિંસા ફાટી નીકળતા એક વ્યક્તિનું મોત તો ઘણા લોકો ઘાયલ
- પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો
- નેપાળ ગૃહમંત્રાલયે રાજકીય કટોકટી અંગે બેઠક બોલાવી
નેપાળમાં રાજાશાહી ફરી શરૂ કરવાની માંગ ઝડપથી વધી રહી છે.આ માટે દેખાવો યોજાઈ રહ્યા છે.આના કારણે હિંસા ફાટી નીકળી જેમાં એક વ્યક્તિનું મોત થયું અને ઘણા લોકો ઘાયલ થયા.વધતા તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયે પરિસ્થિતિને સંભાળવા માટે સુરક્ષા વડાઓ સાથે કટોકટીની બેઠક બોલાવી છે.
કાઠમંડુના ઘણા વિસ્તારોમાં રાજાશાહી સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.વિરોધીઓએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો જેના જવાબમાં સુરક્ષા દળોએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો.આ દરમિયાન એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ,એક શોપિંગ મોલ,એક રાજકીય પક્ષના મુખ્યાલય અને એક મીડિયા હાઉસની ઇમારતને આગ ચાંપી દેવામાં આવી હતી,જેમાં 12 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
– નેપાળ સરકારનો પ્રતિભાવ શું રહ્યો?
વધતી હિંસાને કારણે વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ કટોકટી મંત્રીમંડળની બેઠક બોલાવી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાઠમંડુમાં થઈ રહેલી હિંસા અને આગચંપીની ઘટનાઓ પર ચર્ચા કરવાનો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આ હિંસા માટે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને જવાબદાર ઠેરવીને તેમની ધરપકડ કરવાનું વિચારી રહી છે.એક કેબિનેટ મંત્રીના જણાવ્યા અનુસાર,જ્ઞાનેન્દ્ર શાહની ધરપકડ અંગે સુરક્ષા વડાઓનો અભિપ્રાય મેળવવા અને સંભવિત પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે ચર્ચા થઈ રહી છે.