હેડલાઈન :
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પની યુક્રેનને ચેતવણી
- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઝેલાન્સ્કીને ઠપકો આપ્યો
- યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સ્કીને ચેતવણી આપી
- ઝેલેન્સ્કીનો દુર્લભ ખનિજ કરારમાંથી પાછળ હટવાનો પ્રયાસ
- જો તે આવું કંઈક કરશે તો પરિણામ સારું નહીં આવે : ડોનાલ્ડ ટ્રમ્પ
- પુતિને ઝેલેન્સ્કીની વિશ્વસનીયતાની ટીકા કરતા ટ્રમ્પ ગુસ્સે થયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે.ટ્રમ્પે કહ્યું,ઝેલેન્સકીને જોઈને મને લાગે છે કે તે દુર્લભ ખનિજ કરારમાંથી પાછળ હટવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જો તે આવું કંઈક કરશે તો પરિણામ સારું નહીં આવે તે તેના માટે સમસ્યાઓ ઊભી કરશે.
– યુક્રેન ક્યારેય નાટોમાં જોડાઈ શકશે નહીં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ કાર્યવાહીને કારણે યુક્રેન નાટો જૂથનો ભાગ બનશે નહીં.જો ઝેલેન્સકીને લાગે છે કે તે ખનિજ કરાર પર ફરીથી વાટાઘાટો કરીને આમાંથી છટકી શકે તો તે થવાનું નથી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સકીને ધમકી આપતા પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ ચેતવણી આપી હતી.ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પર યુક્રેન સાથેના યુદ્ધ-શાંતિ કરારમાં સમસ્યાઓ ઊભી કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પુતિનથી ખૂબ નારાજ છે.
– રશિયાની ઝેલેન્સ્કીની વિશ્વસનીયતાની ટીકાથી ટ્રમ્પ ગુસ્સે થયા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીના નેતૃત્વની વિશ્વસનીયતાની ટીકા કરી જેનાથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા તેમણે કહ્યું રશિયન રાષ્ટ્રપતિની ટિપ્પણીઓ યોગ્ય દિશામાં જઈ રહી ન હતી.જો રશિયા અને હું યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે કોઈ કરારને અંતિમ સ્વરૂપ આપી શકતા નથી તો મને લાગે છે કે તે રશિયાની ભૂલ છે અને તો હું રશિયાથી આવતા તમામ તેલ પર 25 થી 50 ટકાનો ટેરિફ લાદીશ.