હેડલાઈન :
- અવકાશ યાત્રી સુનિતા વિલિમ્સનો ભારત પ્રત્યે પ્રેમ
- ભારત એક મહાન-અદ્ભુત લોકશાહી દેશ : સુનિતા વિલિયમ્સ
- સુનિતા વિલિયમ્સે સોમવારે 31 માર્ચે એક ઇન્ટરવ્યુ આપ્યો
- ભારત અવકાશથી ખૂબ જ સુંદર દેખાય છે : સુનિતા વિલિયમ્સ
- મને ખાતરી છે કે હું મારા પિતાના દેશમાં પાછી જઈશ : સુનિતા વિલિયમ્સ
- બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા
- બંને મુસાફરો 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા રહ્યા હતા
- 19 માર્ચ,2025ના રોજ અવકાશયાનમાં બેસીને પૃથ્વી પર પાછા ફર્યા
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 19 માર્ચ, 2025ના રોજ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં બેસીને પૃથ્વી પર પાછા ફર્યા.તે અને તેમના સાથી બુચ વિલ્મોર 5 જૂન, 2024ના રોજ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા.ત્યારથી બંને મુસાફરો 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા રહ્યા.સુનિતા વિલિયમ્સે સોમવારે 31 માર્ચે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે અવકાશમાં વિતાવેલા પોતાના અનુભવો શેર કર્યા હતા.ઇન્ટરવ્યુ દરમિયાન તેમને ભારત વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો જેના જવાબમાં તેમણે કહ્યું કે ભારત અવકાશથી ખૂબ જ સુંદર દેખાય છે.જ્યારે પણ તેમનું અવકાશયાન હિમાલય પરથી પસાર થતું ત્યારે તેમણે અદ્ભુત દૃશ્યો જોયા.તેમણે તેને અદ્ભુત ગણાવ્યું અને કહ્યું કે આ દ્રશ્ય તેમના હૃદયમાં વસી ગયું છે.
– હું મારા પિતાના દેશમાં પાછી જઈશ
સુનિતા વિલિયમ્સે ભારતને એક મહાન દેશ અને અદ્ભુત લોકશાહી તરીકે વખાણ્યો.તેમણે કહ્યું કે તેમને ભારત પ્રત્યે ઊંડો લગાવ છે કારણ કે તેમના પિતા ભારતના છે. તેમણે કહ્યું, “મને ખાતરી છે કે હું મારા પિતાના દેશમાં પાછી જઈશ.”ભારત સાથેના તેમના જોડાણ અંગે સુનિતાના આ ભાવનાત્મક વિચારો તેમની ભારતીય મૂળ પ્રત્યેની ઊંડી સમજને પ્રતિબિંબિત કરે છે.
– અવકાશમાંથી દેખાતા ભારતના સમૃદ્ધ રંગો અને દૃશ્યો
અવકાશમાંથી દેખાતા સમૃદ્ધ રંગો વિશે વાત કરતા સુનિતાએ ખાસ કરીને ગુજરાત અને મુંબઈના અદ્ભુત દૃશ્ય વિશે વાત કરી.તેમણે કહ્યું કે આ શહેરોમાં ચમકતી રોશનીઓનું નેટવર્ક ખૂબ જ સુંદર લાગે છે.મોટા શહેરોથી નાના નગરોમાં ફેલાયેલો આ પ્રકાશ ભારતીય સભ્યતા અને આધુનિકતાનું અદ્ભુત મિશ્રણ રજૂ કરે છે.
– અવકાશમાં ભારતની વધતી ભૂમિકા અને સુનિતાનો ઉત્સાહ
સુનિતા વિલિયમ્સે પણ અવકાશ ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકા પર ખુશી વ્યક્ત કરી.ખાનગી અવકાશ સાહસો સાથે ભારતના સહયોગનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ એક્સિઓમ મિશન સાથે ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ નિવેદન ભારતના અવકાશ ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ની સિદ્ધિઓ તરફ નિર્દેશ કરે છે, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે.