હેડલાઈન :
- સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ ઉત્પાદન એકમનું વર્ચ્યુઅલી માધ્યમથી ઉદ્ઘાટન કર્યું
- લખનૌમાં અ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા
- રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું કે મને તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો
- આજનો દિવસ ટેકનોલોજીનો દિવસ સાથે શક્તિ પૂજાનો દિવસ : રાજનાથ સિંહ
- લખનૌ સંરક્ષણક્ષેત્રને મજબૂત બનાવવામાં યોગદાન આપે તે સ્વપ્ન સાકાર : રાજનાથ સિંહ
- “વાજયેયીજીના માર્ગદર્શનમાં વૈજ્ઞાનિકોએ પરમાણુ પરીક્ષણો થકી વિશ્વને ભારતની શક્તિ બતાવી”
- “ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી માળખાને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી ઓપરેશન સિંદૂર શરૂ કર્યું”
ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લખનૌ નોડમાં વિશ્વની સૌથી વિનાશક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ‘બ્રહ્મોસ’ના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતના આ પ્રથમ સંયુક્ત સંરક્ષણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન દિલ્હીથી વર્ચ્યઅલી માધ્યમથી કર્યું. આ પ્રસંગે લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું કે મને તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. હું તેમાં વ્યક્તિગત રીતે હાજરી આપવા માંગતો હતો,પણ તમે જાણો છો કે હું કેમ હાજર રહી શક્યો નહીં.આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તે જોતાં મારા માટે દિલ્હીમાં રહેવું મહત્વપૂર્ણ હતું. તેથી હું તમારી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈ રહ્યો છું.
#WATCH दिल्ली: रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, "आज का दिन हमारे शहर लखनऊ, हमारे राज्य उत्तर प्रदेश, और हमारे पूरे देश के लिए, एक ऐतिहासिक दिन है। आज का दिन उस शक्ति की आराधना का दिन है, जो हमारी सेनाओं को संबल प्रदान करती है, जो हमारी सेनाओं में निहित होकर दुश्मन पर कहर बरपाती… https://t.co/4SLOCZUXtq pic.twitter.com/PNnFmHu0dO
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
– આજનો દિવસ ટેકનોલોજીનો દિવસ સાથે શક્તિ પૂજાનો દિવસ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “આજનો દિવસ આપણા લખનૌ શહેર, આપણા રાજ્ય ઉત્તર પ્રદેશ અને આપણા સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક દિવસ છે.આજનો દિવસ એ શક્તિની પૂજા કરવાનો છે જે આપણા દળોને સશક્ત બનાવે છે,જે આપણા દળોમાં રહેલી છે અને દુશ્મન પર વિનાશ વેરે છે.આજનો દિવસ મારા માટે વ્યક્તિગત રીતે એક મહત્વપૂર્ણ દિવસ છે.કારણ કે મેં મારા શહેર લખનૌ માટે એક સ્વપ્ન જોયું હતું કે મારું શહેર ભારતના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મોટું યોગદાન આપે,તે સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.
– રાજનાથ સિંહે વાજપેયીજીને યાદ કર્યા
બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન પણ મહત્વનું છે કારણ કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે.આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે.1998 માં આ દિવસે આદરણીય અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં આપણા વૈજ્ઞાનિકોએ પોખરણમાં પરમાણુ પરીક્ષણો કરીને વિશ્વને ભારતની શક્તિ બતાવી હતી.તે પરીક્ષણ આપણા વૈજ્ઞાનિકો,ઇજનેરો,સંરક્ષણ કર્મચારીઓ અને અન્ય ઘણા હિસ્સેદારોના અથાક પ્રયત્નોનું પરિણામ હતું.”
– બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટી શું છે ખાસ ?
1. આ પ્લાન્ટ એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્ર માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનું ઉત્પાદન કરશે,જેનો ઉપયોગ ચંદ્રયાન મિશન અને ફાઇટર એરક્રાફ્ટમાં થશે.
2. ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2018 માં કરવામાં આવી હતી,તે યોગી સરકારની પ્રાથમિકતા રહી છે.
3. ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર બનાવનાર માત્ર બીજું રાજ્ય છે.ઉત્તર પ્રદેશ પહેલા 2019 માં તમિલનાડુમાં એક ઔદ્યોગિક કોરિડોર સ્થાપિત કરવામાં આવ્યો છે.
4. યુપી અને તમિલનાડુ બંને કોરિડોર ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય સંરક્ષણ આયાત પર નિર્ભરતા ઘટાડવા,સ્વદેશી ઉત્પાદન વધારવા અને રોજગારીનું સર્જન કરવાનો છે.
5. લખનૌમાં નવી બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન સુવિધા શરૂ કરવામાં આવી છે,જે ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે.
6. આ યુનિટ દર વર્ષે 80 થી 100 બ્રહ્મોસ મિસાઇલોનું ઉત્પાદન કરશે
7. 300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ યુનિટ બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન કરશે, જે 290-400 કિમીની રેન્જ અને 2.8 મેકની ઝડપે ચોક્કસ હુમલો કરી શકે છે.
– બ્રહ્મોસ મિસાઇલની વિશેષતાઓ
ભારત અને રશિયાના સંયુક્ત સાહસનું પરિણામ, બ્રહ્મોસ મિસાઇલ, વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે.તેની રેન્જ 290-400 કિલોમીટર છે અને ઝડપ મેક 2.8 (ધ્વનિની ગતિ કરતાં લગભગ ત્રણ ગણી) છે. આ મિસાઇલ જમીન, હવા અને સમુદ્રમાંથી છોડી શકાય છે અને ‘ફાયર એન્ડ ફોરગેટ’ સિદ્ધાંત પર કામ કરે છે, જે તેને દુશ્મનના રડારથી બચીને લક્ષ્યને સચોટ રીતે હિટ કરવાની મંજૂરી આપે છે.
#WATCH दिल्ली: रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, "भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लांच किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था। मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया बल्कि मंदिर,… pic.twitter.com/4drOENNMha
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
– ઓપરેશન સિંદૂર વિશે શું બોલ્યા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, “ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી માળખાને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. અમે ક્યારેય તેમના નાગરિકોને નિશાન બનાવ્યા નથી.પરંતુ પાકિસ્તાને માત્ર ભારતના નાગરિક વિસ્તારોને જ નહીં પરંતુ મંદિરો,ગુરુદ્વારા અને ચર્ચો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ બહાદુરી અને હિંમત તેમજ સંયમ દર્શાવ્યો છે અને પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરીને યોગ્ય જવાબ આપ્યો છે.અમે માત્ર સરહદને અડીને આવેલા લશ્કરી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી નથી,પરંતુ ભારતીય દળોનો ખતરો રાવલપિંડી સુધી અનુભવાયો હતો જ્યાં પાકિસ્તાની સેનાનું મુખ્ય મથક આવેલું છે.આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિને અનુસરીને,આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આ એક નવું ભારત છે જે સરહદની બંને બાજુ આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરશે.”
#WATCH लखनऊ: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा, "आपने ऑपरेशन सिंदूर के दौरान ब्रह्मोस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी और अगर नहीं देखी तो पाकिस्तान के लोगों से ब्रह्मोस मिसाइल की ताकत के बारे में पूछिए। प्रधानमंत्री नरेंद्र मोदी ने घोषणा की है कि आगे से… pic.twitter.com/nyR78QivMd
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
– યોગી આદિત્યનાથે કહ્યું બ્રહ્મોસ મિસાઇલની શક્તિ વિશો પાકિસ્તાનને પુછો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “તમે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલની શક્તિની ઝલક જોઈ હશે અને જો નહીં, તો પાકિસ્તાનના લોકોને બ્રહ્મોસ મિસાઇલની શક્તિ વિશે પૂછો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે હવેથી, કોઈપણ આતંકવાદી કૃત્યને યુદ્ધ માનવામાં આવશે. આતંકવાદની સમસ્યાનો ઉકેલ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી આપણે તેને સંપૂર્ણપણે કચડી ન નાખીએ. આતંકવાદને કચડી નાખવા માટે, આપણે બધાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ અભિયાનમાં જોડાવું પડશે..