હેડલાઈન :
- ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાતની અસર જોવા મળી
- ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સરહદ પર સામાન્ય સ્થિતિ
- યુદ્ધ વિરામ બાદ 11 મે ની રાત્રીથી ભારત સરહદ પર કોઈ હુમલો નહી
- યુદ્ધ વિરામ પછી ભારત-પાકિસ્તાન સરદહ પર શાંતિ સ્થપાઈ
- પંજાબના પઠાણકોટમાં સવારથી જ દુકાનો ખુલ્લી જોવા મળી હતી
- ચેનાબ નદી પર રિયાસીના સલાલ ડેમનો એક દરવાજો ખોલાયો
ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ પછી યુદ્ધ વિરામ લાગુ થયા બાદ હવે ધીમે ધીમે માહોલ સામાન્ય થતો જાય છે.હાલ સરદહ પર કોઈ પણ હુમલાના સમાચાર સામે ન આવતા શાંતિ સ્થપાઈ હોય તેવું જણાઇ આવે છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી છે.ભારતે 6-7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.જે બાદ બધાએ ભારતીય સેનાની હિંમત અને બહાદુરીને સલામ કરી. આ પછી,પાકિસ્તાન ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવા માંગતું હતું.જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો.ભારતની S-400 સહિતની વાયુ સંરક્ષણ પ્રણાલીઓ પાકિસ્તાનના તમામ ડ્રોનને તોડી પાડી રહી છે અને પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો જોરદાર જવાબ આપી રહી છે. જે પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે લશ્કરી સંઘર્ષ ચાલુ રહે છે.
10 મેના રોજ સાંજે 5 વાગ્યે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર કરાર થયો હતો.અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમારી મધ્યસ્થી પછી બંને દેશો યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા છે.ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ આ માહિતી આપી હતી.પરંતુ પાકિસ્તાને યુદ્ધવિરામ લાગુ થયાના માત્ર 3 કલાક પછી જ તેનો ભંગ કર્યો.પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર,ગુજરાત,રાજસ્થાન અને પંજાબમાં ડ્રોન હુમલા કર્યા હતા,જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યા હતા.વિદેશ સચિવે રાત્રે 11 વાગ્યે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી.તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો. વિક્રમ મિશ્રીએ કહ્યું કે સેનાને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
નવી અપડેટ માટે પેજ રિફ્રેશ કરતા રહો
એક મિનિટ પહેલા
આપણી વાયુ સંરક્ષણ પ્રણાલી દિવાલની જેમ ઉભી છે – સેના
#WATCH | #OperationSindoor | दिल्ली: एयर मार्शल ए.के. भारती ने कहा, "हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी इसलिए हमने 7 मई को केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था। अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई… pic.twitter.com/8Pb2FMdK2p
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
2 મિનિટ પહેલા
રામધારી સિંહ દિનકરની કવિતાનું પઠન કર્યું
#WATCH | दिल्ली: एयर मार्शल ए.के. भारती ने कहा, "…मैं आपको रामचरित मानस की कुछ पंक्तियां याद दिलाऊंगा, याद कीजिए वह पंक्ति- 'विनय न माने जलधि जड़, गए तीनि दिन बीति। बोले राम सकोप तब भय बिनु होय ना प्रीति'। समझदार के लिए इशारा काफी है।" pic.twitter.com/sJMYpGdKpq
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
4 મિનિટ પહેલા
-‘આપણા બધા લશ્કરી થાણા અને સિસ્ટમો સંપૂર્ણપણે કાર્યરત ‘
એર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું, “અમારા બધા લશ્કરી થાણાઓ, અમારી બધી સિસ્ટમો સંપૂર્ણપણે કાર્યરત છે અને જરૂર પડ્યે ભવિષ્યના કોઈપણ મિશનને પાર પાડવા માટે તૈયાર છે.”
#WATCH | Delhi: Air Marshal AK Bharti says, "All our military bases, all our systems continue to remain fully operational and ready to undertake any future missions should the need so arise." pic.twitter.com/HWQwP5ol6Q
— ANI (@ANI) May 12, 2025
12 મે 2025 02:41 PM IST
-પાકિસ્તાને આતંકવાદીઓની લડાઈને પોતાની બનાવી,તેથી જવાબ આપવો પડ્યો – વાયુ સેના
એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ સામે હતી. 7 મેના રોજ આતંકવાદીઓ પર હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાન સેનાએ તેને પોતાની લડાઈ બનાવી. એટલા માટે અમારે જવાબ આપવો પડ્યો.
#WATCH | Delhi | #OperationSindoor | Air Marshal AK Bharti says, "…It is a pity that the Pakistani military chose to intervene and that for terrorists, and hence we chose to respond…" pic.twitter.com/c3sHHKaRKI
— ANI (@ANI) May 12, 2025
– ભારતીય સેનાએ એક નવો વીડિયો બહાર પાડ્યો
ડીજીએમઓના બ્રીફિંગ દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાની મિરાજનો કાટમાળ બતાવ્યો. હવે તેમાં ‘યચના નહીં રણ હોગા’ કવિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
#WATCH | Delhi: While DGMOs briefing, Indian military shows the debris of Pakistani Mirage pic.twitter.com/VQXL5bG8pZ
— ANI (@ANI) May 12, 2025
– ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા ગોળીબારનો ભોગ બનેલ પરિવારને મળ્યા
એલજી મનોજ સિન્હાએ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ગોળીબારનો ભોગ બનેલા પરિવારોને મળ્યા
#WATCH | Jammu: J&K LG Manoj Sinha meets the family of Zakir Hussain, who died in the Pakistan shelling pic.twitter.com/mlFW7evvCR
— ANI (@ANI) May 12, 2025
20 મિનિટ પહેલા
– ભારતના તમામ 32 એરપોર્ટ નાગરિક વિમાનો માટે ખુલ્યા
ભારતે તમામ 32 એરપોર્ટ કામગીરી માટે ખોલી દીધા છે. આ માહિતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવી છે.
It is informed that 32 airports, which were temporarily closed for civil aircraft operations till 05:29 hrs of 15 May 2025, are now available for civil aircraft operations with immediate effect.
It is recommended for travellers to check flight status directly with Airlines and… pic.twitter.com/Ljqu5XKePU
— ANI (@ANI) May 12, 2025
24 મિનિટ પહેલા
– વડાપ્રધાન નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક
પાકિસ્તાનના યુદ્ધવિરામ પછી, બેઠકોનો દોર ચાલુ છે. પીએમ મોદી પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર છે.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने 7, LKM में एक बैठक की अध्यक्षता की।
बैठक में रक्षा मंत्री राजनाथ सिंह, विदेश मंत्री एस. जयशंकर, NSA अजीत डोभाल, CDS, तीनों सेनाओं के प्रमुख मौजूद रहे। pic.twitter.com/bDDyWwyQav
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
એક કલાક પહેલા
– BSF ના શહીદ PSI નો પાર્થિવ દેહ પટના લવાયો
ગત 10 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ફરજ બજાવતી વખતે શહીદ થયેલા બીએસએફ સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝના પાર્થિવ શરીરને પટના લાવવામાં આવ્યું હતુંબિહારના મંત્રી નીતિન નવીન, બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલ, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા અને શ્રદ્ધામજલિ આપી હતી.
#WATCH | पटना, बिहार: जम्मू-कश्मीर के आरएस पुरा सेक्टर में 10 मई को पाकिस्तान की ओर से सीमा पार से की गई गोलाबारी में अपनी ड्यूटी के दौरान वीरगति को प्राप्त हुए BSF के सब-इंस्पेक्टर मोहम्मद इम्तियाज का पार्थिव शरीर पटना लाया गया।
बिहार के मंत्री नितिन नवीन, बिहार भाजपा अध्यक्ष… pic.twitter.com/SyOoFf6ASJ
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
– યુદ્ધ વિરામ બાદ ક્રમશઃ ઘટનાક્રમ
( 30 મિનિટ પહેલા )
– પંજાબના પઠાણકોટમાં સવારથી દુકાનો ખુલી ગઈ
12 મે ના રોજ સવારે પંજાબના પઠાણકોટમાં પરિસ્થિતિ સામાન્ય જણાઈ હતી.ભારતીય સેનાના જણાવ્યા અનુસાર,”જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ મોટાભાગે શાંતિપૂર્ણ રહી. કોઈ ઘટના નોંધાઈ નથી.”
( 40 મિનિટ પહેલા)
– સલાલ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો
જમ્મુ અને કાશ્મીર : આ વીડિયો ચેનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ ડેમનો છે.ડેમનો એક દરવાજો ખુલ્લો દેખાય છે.
( 50 મિનિટ પહેલા )
– યુદ્ધવિરામ બાદ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી,11 મેની રાત્રે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ હતી અને ગોળીબારની કોઈ ઘટના બની ન હતી.
-ભારત-પાકિસ્તાન DGMO વચ્ચે 12 મે ના રોજ બપોરે 12 વાગ્યે વાતચીત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ: આજે 12 મે નો રોજ બપોરે 12 વાગ્યે DGMO સ્તરની વાતચીત થશે.બાદમાં 2: 30 વાગ્યે ભારતીય સેનાની પત્રકાર પરિષદ યોજાશે.
– અમે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં સફળ રહ્યા -એર માર્શલ એ.કે.ભારતી
એર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું,”શું આપણે આતંકવાદી છાવણીઓનો નાશ કરવાના આપણા ઉદ્દેશ્યમાં સફળ થયા છીએ?અને જવાબ ‘હા’ છે અને પરિણામો આખી દુનિયા સમક્ષ છે.”
-100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે “9 આતંકવાદી ઠેકાણાઓ પરના હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા” જ્યારે સેનાએ ઓપરેશનના પુરાવા આપ્યા હતા.
– આતંકવાદ કૂતરાની પૂંછડી જેવો છે,બ્રહ્મોસે યોગ્ય જવાબ આપ્યો છે: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પાકિસ્તાન અને આતંકવાદ કૂતરાની પૂંછડી જેવા છે જે ક્યારેય સીધા નહીં થાય.આતંકવાદને કચડી નાખવા માટે,આપણે બધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ અભિયાનમાં જોડાવું પડશે.ઓપરેશન સિંદૂર દરમિયાન,તમે બ્રહ્મોસ મિસાઇલની શક્તિની ઝલક જોઈ હશે અને જો તમે તે ન જોઈ હોય,તો પાકિસ્તાનના લોકોને બ્રહ્મોસ મિસાઇલની શક્તિ વિશે પૂછો.અમે આતંકવાદને સંપૂર્ણપણે કચડી નાખવા માટે તૈયાર છીએ અને તેનો જવાબ તેની જ ભાષામાં આપીશું.
-લખનૌમાં સંરક્ષણ મંત્રીએ બ્રહ્મોસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
રવિવારે લખનૌમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.આ દરમિયાન સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને, મારા માટે દિલ્હીમાં રહેવું જરૂરી છે. હું તમારી પાસે નથી આવ્યો પણ તમે મારા સુધી પહોંચ્યા છો.આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, આપણું કામ અટકશે નહીં,દેશ આગળ વધતો રહેશે.
-ઓપરેશન હજુ પણ ચાલુ છે – IAF
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું, “ઓપરેશન હજુ પણ ચાલુ છે, તેથી સમય આવશે ત્યારે વિગતવાર બ્રીફિંગ કરવામાં આવશે. ભારતીય વાયુસેના દરેકને અટકળો અને અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા વિનંતી કરે છે.” ભારતીય વાયુસેનાએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
-ઓવૈસીએ યુદ્ધવિરામ પર સવાલો ઉઠાવ્યા
AIMIMના વડા ઓવૈસીએ પાકિસ્તાનના યુદ્ધવિરામ પર સવાલો ઉઠાવ્યા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કેમ કરી? આપણે ત્રીજા પક્ષનું કેમ સાંભળ્યું? આપણે વાટાઘાટો માટે શા માટે સંમત થયા? શું આપણે આતંકવાદી હુમલાઓને રોકવામાં સફળ થયા? શું આપણો ઉદ્દેશ્ય ફક્ત યુદ્ધવિરામ લાવવાનો હતો?