હેડલાઈન :
- કાશ્મીર ખીણના પહેલગામમાં 22 એપ્રિલે થયો હતો આતંકવાદી હુમલો
- પહેલગામ આતંકવાદી હુમલામાં ધર્મ પુછીને હિન્દુ પરુષોને ગોળીઓ મારી
- આતંકવાદીઓના અધમ કૃત્ય સામે દેશ-દુનિયામાં ભારે આક્રોશ જોવા મળ્યો
- ભારત સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લેતા પાકિસ્તાનની સ્થિતિ ખરાબ થઈ
- ભારતીય સેનાએ 7 મે ની રાત્રે પાકિસ્તાનમાં 9 જેટલા હવાઈ હુમલા કર્યા
- ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી 9 છેકાણા નષ્ટ કર્યા હતા
- ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કરીને આતંકીઓને પાઠ ભણાવ્યો
- ભારતીય સેનાના એપરેશન સિંદૂરમાં 100 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા
- ભારતના હવાઈ હુમલાથી ગભરાયેલા પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં ખોટા દાવા
- PIB ના ફેક્ટ ચેકમા પાકિસ્તાનની પોલ ખુલ્લી ગયુ મોટા દાવા ફેક સાહિત થયા
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું અને ગભરાયેલો પાકિસ્તાન ભારતમાં સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે.જે ગંભીર ચિંતાનો વિષય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખોટા સમાચારોનો પૂર આવ્યો છે.આવી સ્થિતિમાં,કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.જો કે PIB ફેક્ટ ચેકમાં સોશિયલ મીડિયાના સમાચાર ખોટા સાબિત થયા છે.
પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ કે કયા પ્રકારની અફવાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
– ભારતીય સેનાની કાર્યવાહી અંગે ખોટા દાવા
1. પાકિસ્તાન સ્થિત ઘણા સોશિયલ હેન્ડલ્સ એક જૂની તસવીર ફેલાવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની મિસાઇલે ભારતીય S-400 પર હુમલો કર્યો છે.PIB ફેક્ટ ચેક અનુસાર શેર કરવામાં આવી રહેલો ફોટો 2023નો છે,જે મોસ્કોમાં એક લશ્કરી સ્થળ પર લાગેલી આગ સાથે સંબંધિત છે.
⚠️Pakistan Propaganda Alert
Several Pakistan-based handles are circulating an #old image that claims that a Pakistani missile has hit an Indian S-400#PIBFactCheck
✔️The image being shared is from 2023, of a fire at a military site in Moscow
🔗https://t.co/kcgY8vtCia pic.twitter.com/Pmo7U9KXJr
— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025
2. સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુ ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે નીલમ-જેલમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નિશાન બનાવ્યો છે.પરંતુ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતે ફક્ત આતંકવાદી માળખાને જ નિશાન બનાવ્યું છે.
Social Media post falsely claims India targeted the Neelum-Jhelum Hydropower Project in #Pakistan. #PIBFactCheck
✅ This claim is baseless.
✅ Foreign Secretary Vikram Misri has clearly stated in a press conference that India has only targeted terrorist infrastructure.… pic.twitter.com/6GMVoLMIS4
— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025
3.પાકિસ્તાન તરફી સોશિયલ મીડિયા હેન્ડલ્સ દાવો કરી રહ્યા છે કે ભારતીય મહિલા વાયુસેના પાઇલટ સ્ક્વોડ્રન લીડર શિવાની સિંહને પાકિસ્તાનમાં પકડી લેવામાં આવી છે.ભારતીય મહિલા વાયુસેના પાઇલટ પકડાઈ નથી.આ દાવો બિલકુલ ખોટો છે.
Indian Female Air Force pilot has NOT been captured🚨
Pro-Pakistan social media handles claim that an Indian Female Air Force pilot, Squadron Leader Shivani Singh, has been captured in Pakistan.#PIBFactCheck
❌ This claim is FAKE!#IndiaFightsPropaganda@MIB_India… pic.twitter.com/V8zovpSRYk
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
– ખોટા અને ભડકાઉ સમાચાર ફેલાવવા
1.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખોટા દાવા સાથે કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય મુસ્લિમોએ દિલ્હીમાં આગ લગાવી દીધી છે.આ વીડિયો વાસ્તવમાં 30 એપ્રિલ,2025 ના રોજ સાંજે દિલ્હીના INA વિસ્તારમાં સ્થિત દિલ્હી હાટ માર્કેટમાં લાગેલી ભીષણ આગનો છે.આ એક સુનિયોજિત પ્રચાર અભિયાનનો ભાગ છે જેનો હેતુ જનતાને ગેરમાર્ગે દોરવા અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો છે.
सोशल मीडिया पर वायरल एक वीडियो में फ़र्ज़ी दावा किया जा रहा है कि भारतीय मुसलमानों ने दिल्ली में आगजनी शुरू कर दी है।#PIBFactCheck
✅ यह वीडियो वास्तव में 30 अप्रैल 2025 की शाम दिल्ली के आईएनए क्षेत्र स्थित दिल्ली हाट बाजार में लगी भीषण आग का है।
🔴 यह एक सुनियोजित दुष्प्रचार… pic.twitter.com/jxxrzbRCjj
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
2. એક જૂના વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જેમ જેમ ભારત-પાકિસ્તાન યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે,તેમ તેમ ભારતીય સૈનિકો રડી રહ્યા છે અને પોતાની ચોકીઓ પરથી ભાગી રહ્યા છે.આ વીડિયો 27 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેનો ભારતીય સેના સાથે કોઈ સંબંધ નથી.
⚠️Old Video Alert!
In an old video, it is being claimed that Indian soldiers are crying and abandoning their posts as the India-Pakistan war intensifies
✅ This video was posted on Instagram on April 27 and is NOT related to the Indian Army!… pic.twitter.com/wy6EzBUnab
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
આ વીડિયોમાં એક ખાનગી સંરક્ષણ કોચિંગ સંસ્થાના વિદ્યાર્થીઓ ભારતીય સેનામાં તેમની પસંદગીની ઉજવણી કરતા જોવા મળે છે.વીડિયોમાં દેખાતા યુવાનો તેમની સફળ ભરતીના સમાચાર મળતાં ખરેખર આનંદથી ભાવુક થઈ ગયા હતા.
3. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોન હુમલો કર્યો છે.આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.આવી સામગ્રી સાંપ્રદાયિક નફરત ફેલાવવા માટે બનાવવામાં આવે છે.
सोशल मीडिया पर साझा किए गए एक वीडियो में दावा किया जा रहा है कि भारत ने ननकाना साहिब गुरुद्वारे पर ड्रोन हमला किया है। #PIBFactCheck
❌यह दावा पूरी तरह फर्जी है।
▶️ सांप्रदायिक विद्वेष फैलाने के लिए ऐसे कंटेन्ट बनाए जाते हैं।
▶️ कृपया सतर्क रहें। ऐसे वीडियो फॉरवर्ड न करें।… pic.twitter.com/59omIJx9r6
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
– હેરાફેરી કરેલા વીડિઓઝ અને ફોટા
1. વિદેશમંત્રી @DrSJaishankar નો એક નકલી વીડિયો બનાવવામાં આવ્યો છે,જેમાં તેમને માફી માંગતા દર્શાવવામાં આવ્યા છે.આ વીડિયો AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને તેને જાણી જોઈને ઓનલાઈન ફેલાવવામાં આવી રહ્યો છે.આ વીડિયો ખોટી માહિતી ફેલાવવાના ષડયંત્રનો એક ભાગ છે.
🚨 Fake AI Video Alert ⚠️
A doctored video showing EAM @DrSJaishankar apologizing is circulating online.#PIBFactCheck
✅ The video is AI-generated and part of false propaganda
🔍 Stay alert. Don't fall for misinformation.#IndiaFightsPropaganda@MIB_India @DDNewslive… pic.twitter.com/cVSxbg3w6C
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
2. સોશિયલ મીડિયા પર ફરતી તસવીરોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ભારતીય S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે.આ દાવો ખોટો છે.S-400 સિસ્ટમના વિનાશ અથવા કોઈપણ નુકસાનના અહેવાલો પાયાવિહોણા છે.
🚨 S-400 Destroyed by Pakistan? Here's the Truth!
Posts circulating on social media claim that Pakistan has destroyed an Indian S-400 air defence system.#PIBFactCheck
❌ This claim is FAKE.
❌ Reports of destruction or any damage to an S-400 system are baseless.… pic.twitter.com/wPLKQSBAqe
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
ભારતની વર્તમાન પરિસ્થિતિમાં આપણે બધાએ સાથે મળીને જવાબદારીપૂર્વક કામ કરવું પડશે.કોઈપણ પ્રકારની અફવા કે ખોટી માહિતીને અવગણો અને શાંતિ જાળવી રાખો.તમારી સલામતી અને દેશની સુરક્ષા માટે સતર્ક રહેવું અને સાચી માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.