હેડલાઈન :
- પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની પાકિસ્તાનમાં કાર્યવાહી
- ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કર્યા
- ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના 9 જેટલા ઠેકાણા પર હવાઈ હુ્લા
- ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં સેનીનુ યુદ્ધ તાંડવ
- ઓપરેશન સિંદૂરને લઈ પાકિસ્તાનને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો
- ભારતીય વાયુ સેનાએ હવાઈ હુમલા કરી એરબેઝને વ્યાપક નુકસાન પહોંચાડ્યું
ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે.ભારતીય વાયુસેનાએ પોતાના હુમલાથી પાકિસ્તાની એરબેઝને મોટું નુકસાન પહોંચાડ્યું.ભારતીય મિસાઇલો અને ડ્રોન દ્વારા ઓછામાં ઓછા આઠ પાકિસ્તાની વાયુસેનાના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો,તેમજ અનેક રડાર અને વાયુ સંરક્ષણ પ્રણાલીઓને વ્યાપક નુકસાન થયું હતું. આટલા બધા હુમલાઓ પછી પણ દુશ્મન દેશો ભારતીય શસ્ત્રોને રોકવામાં સફળ ન થયા.
– ચાલો જાણીએ એ આઠ વાયુસેના મથકો વિશે જે ભારતીય સેના દ્વારા નાશ કરાયા
1. પાકિસ્તાની એરફોર્સ PAF બેઝ નૂર ખાન, રાવલપિંડી
PAF એ પાકિસ્તાનના સૌથી મહત્વપૂર્ણ એરપોર્ટ પૈકીનું એક છે.અહીંથી તે દેશભરમાં લોજિસ્ટિક્સ,VIP મૂવમેન્ટ, વ્યૂહાત્મક કામગીરી અને એવિએટર તાલીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.પહેલા તેને ચકલાતા એરબેઝ કહેવામાં આવતું હતું. હુમલા બાદ ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર નૂર ખાન એરબેઝ પર થયેલી તબાહી સેટેલાઇટ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
2. PAF બેઝ મુશાફ, સરગોધા
પાકિસ્તાન વાયુસેનાના વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી તે સૌથી મહત્વપૂર્ણ એરબેઝ છે.પાકિસ્તાનના શ્રેષ્ઠ ફાઇટર વિમાનો અહીંના બેઝ કેમ્પમાં રહે છે.સરગોધામાં સેન્ટ્રલ એર કમાન્ડ,કોમ્બેટ કમાન્ડર્સ સ્કૂલ અને એરપાવર સેન્ટર ઓફ એક્સેલન્સનું મુખ્ય મથક આવેલું છે. આ એરબેઝનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે 1965ના યુદ્ધમાં ભારતીય હવાઈ હુમલાનું મુખ્ય લક્ષ્ય આ હતું. તે યુદ્ધમાં ભારતે 10 પાકિસ્તાની વિમાનોનો નાશ કર્યો હતો.જે પછી પરિસ્થિતિ એવી બની કે PAF ઘૂંટણિયે પડી ગયું.અમેરિકન F-16,ચાઇનીઝ ચેંગડુ J-7,ફ્રેન્ચ મિરાજ 5 અને JF-17 થંડર જેવા ફાઇટર જેટ અહીં તૈનાત પાકિસ્તાની એરબેઝના મુખ્ય ફાઇટર એરક્રાફ્ટ છે.
3.PAF બેઝ મુરીદ ચકવાલ
ચકવાલ એરબેઝ પાકિસ્તાનના ડ્રોન કાફલાનું મુખ્ય કેન્દ્ર છે.આ ઉપરાંત તે પાકિસ્તાની વાયુસેનાના સૌથી મહત્વપૂર્ણ વાયુ મથકોમાંનું એક છે.
4. PAF બેઝ સુક્કુર, સુક્કુર
આ એરબેઝ ઉત્તરી સિંધ માટે એક મહત્વપૂર્ણ નાગરિક એરપોર્ટ તરીકે સેવા આપે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, આ એરપોર્ટનો ઉપયોગ મુખ્યત્વે લશ્કરી સેવા માટે થતો હતો.
5. PAF બેઝ રહીમ યાર ખાન, રહીમ યાર ખાન
રહીમ યાર ખાન એરબેઝ પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય મથક છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ફક્ત એક જ રનવે છે જેને ભારતીય હુમલા દરમિયાન નુકસાન થયું હતું. જેના કારણે રનવે થોડા દિવસોથી બંધ છે.
6. PAF બેઝ શાહબાઝ, જેકોબાબાદ
આતંકવાદ સામેના યુદ્ધમાં નાટો માટે આ એક મહત્વપૂર્ણ આધાર રહ્યો છે.આ સાથે આ એરબેઝ F-16 વિમાનોનું કેન્દ્ર છે.આ એરબેઝ પાકિસ્તાનના શ્રેષ્ઠ વિમાનોનું કેન્દ્ર પણ છે.આ વિમાનોમાં નવીનતમ JF-17 બ્લોક II, F-16 ફાઇટીંગ ફાલ્કનના અનેક પ્રકારો અને 88 સર્ચ એન્ડ રેસ્ક્યુ સ્ક્વોડ્રનના ઇટાલિયન લિયોનાર્ડો AW139 હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.
7. PAF બેઝ રફીકી, શોરકોટ
PAF બેઝ રફીકી જેએફ-17 અને મિરાજ 5 ફાઇટર એરક્રાફ્ટનું ઘર છે.આ એરબેઝ પાકિસ્તાનના ઇસ્લામાબાદથી 337 કિમી દક્ષિણમાં સ્થિત પાકિસ્તાન વાયુસેનાના ઉત્તરી એર કમાન્ડની એક મહત્વપૂર્ણ સંપત્તિ છે.તે JF-17, મિરાજ 5 અને ફ્રેન્ચ યુટિલિટી હેલિકોપ્ટર Alouette IIIના સ્ક્વોડ્રનનું ઘર છે.
8. PAF બેઝ ભોલારી, જામશોરો
આ પાકિસ્તાનનું સૌથી નવું એરબેઝ છે જ્યાં પાકિસ્તાન અને ચીને 2020માં એક મોટી હવાઈ કવાયત કરી હતી. ડિસેમ્બર 2017 માં ઉદ્ઘાટન કરાયેલ,આ એરબેઝ પાકિસ્તાનના સૌથી આધુનિક મુખ્ય ઓપરેશનલ બેઝમાંનું એક છે.JF-17 થંડર અને F-16 ફાઇટીંગ ફાલ્કન બંનેના સ્ક્વોડ્રન અહીં સ્થિત છે,જેમ કે Saab 2000 AEWAC (એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ) એરક્રાફ્ટ એરિયા રડાર સિસ્ટમ્સથી સજ્જ છે.