Notes :
- વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ
- 10,000 મેગાવોટ હાંસલ કર્યાના માત્ર 15 માસમાં
- 5,000 મેગાવોટથી વધુ વીજળી પ્રવાહ ચાલુ કરાયો
- ભારતના ઉપયોગિતા-સ્કેલ સૌર સ્થાપનોના ~15% થી વધુ સૌર અને પવન ક્ષમતાના ~12%
- AGEL ને ટોચના 10 વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા સ્વતંત્ર પાવર ઉત્પાદકો (IPP) માં સ્થાન આપવામાં આવ્યું છે
- 2025 માં 3,309 મેગાવોટનો ઉમેરો થયો, જે ભારતનો કોઈપણ વર્ષમાં સૌથી વધુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ઉમેરો છે.
- વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટમાં 5,355.9 મેગાવોટની સંચિત ક્ષમતા સાથે ખાવડા AGEL માટે ક્ષમતા વધારાનું કેન્દ્ર રહ્યું છે.
- કચ્છમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ
- 2030 સુધીમાં 50,000 મેગાવોટ સુધી પહોંચવાનો લક્ષ્યાંક
- વર્ષ 2016 તમિલનાડુના કામુથી, ખાતે 648 મેગાવોટ પ્લાન્ટ બન્યો હતો
- વર્ષ 2023 રાજસ્થાનના જેસલમેર, ખાતે 2,140 મેગાવોટ પ્લાન્ટ બન્યો હતો
ભારતના રિન્યુએબલ એનર્જીમાં મોટુ યોગદાન
અદાણી ગ્રીન એનર્જીએ 15,539.9 મેગાવોટની ક્ષમતા હાંસલ કરીને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે. કંપનીની પેટાકંપનીઓએ ગુજરાતના ખાવડામાં 1011.5 મેગાવોટના સૌર અને પવન ઊર્જા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. અદાણી ગ્રીન 15000 મેગાવોટથી વધુની કાર્યકારી ક્ષમતા ધરાવતી પ્રથમ ભારતીય કંપની છે. કંપની 2030 સુધીમાં 50000 મેગાવોટ ક્ષમતા સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે.ક્ષમતામાં ઉમેરાની આ સિદ્ધિ ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી અને વિરાટ છે. ઓપરેશનલ પોર્ટફોલિયોમાં 11005.5 મેગાવોટ સૌર, 1977.8 મેગાવોટ પવન અને 2556.6 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. AGEL ભારતની પ્રથમ અને એકમાત્ર નવીનીકરણીય ઉર્જા કંપની છે જેણે , મુખ્યત્વે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ દ્વારા. આ સીમાચિહ્નસમાન સિદ્ધિ મેળવી છે.
કચ્છમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ
કચ્છ જિલ્લાના ખાવડામાં અદાણી ગ્રુપ દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહી છે, જેની ક્ષમતા 30,000 મેગાવોટની હશે. આ પ્લાન્ટ 538 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે પેરિસ કરતાં પણ પાંચ ગણો વિસ્તાર થાય છે. હાલની સ્થિતિ અનુસાર, હમણાં ત્યાં 5,355.9 મેગાવોટ ક્ષમતાની વીજળી પણ ચાલુ થઈ ચૂકી છે. હાલ તે દિશામાં વધુ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના ,કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં નિર્માણાધિન વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટનો નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ પૂર્ણ થયા પછી તે તમામ ઉર્જા સ્ત્રોતોમાં ધરતી ઉપરનો સૌથી મોટો ઉર્જા પ્રકલ્પ હશે. AGEL એ અત્યાર સુધીમાં ખાવડામાં 5,355.9 મેગાવોટ નવીનીકરણીય ઉર્જાના સંગ્રહની ક્ષમતા કાર્યરત કરી છે. ખાવડામાં ઝડપી પ્રગતિ 2030 સુધીમાં 500 ગીગાવોટની બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાના ભારતના લક્ષ્ય પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.નો સમગ્ર ઓપરેશનલ પોર્ટફોલિયો વોટર પોઝિટિવ તરીકે પ્રમાણિત છે. AGEL ને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના પર્યાવરણીય, સામાજિક અને શાસન વિષયમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
કંપનીનો પોર્ટફોલિયો
સૌર ઉર્જા : 11005.5 મેગાવોટ
પવન ઊર્જા : 1977.8 મેગાવોટ
હાઇબ્રિડ (સૌર + પવન) : 2556.6 મેગાવોટ
2030 સુધીમાં 50,000 મેગાવોટ સુધી પહોંચવાનો લક્ષ્યાંક
AGEL એ અત્યાર સુધીમાં ખાવડામાં 5,355.9 મેગાવોટ નવીનીકરણીય ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે. અદાણી ગ્રુપ આખી દુનિયામાં ગ્રીન એનર્જીના લીડર બનવા માટે કામ કરી છે. કંપનીનો આગળનો ધ્યેય 2030 સુધીમાં 50,000 મેગાવોટની રિન્યુએબલ એનર્જી પહોંચાડવાનો છે. આ જ દિશામાં કંપની આગળ પણ વધી રહી છે. AGEL નો ઓપરેશનલ પોર્ટફોલિયો વોટર પોઝિટિવ, સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો કચરો-ટુ-લેન્ડફિલ તરીકે પ્રમાણિત છે.
અદાણી ગ્રીનનો ઑપરેશનલ પોર્ટફોલિયો લગભગ 7.9 મિલિયન ઘરોને વીજળી આપવા સક્ષમ છે. આ સ્વચ્છ ઉર્જા ભારતના 13 રાજ્યોને પ્રકાશિત કરી શકે છે. ખાસ વાત એ છે કે કંપનીની સમગ્ર એનર્જી પ્રોડક્શન સિસ્ટમ, વોટર પોઝિટિવ, સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ સર્ટિફાઇડ છે.
AGELના CEO આશિષ ખન્નાએ શું કહ્યું હતું ?
15,000 મેગાવોટનો સીમાચિહ્ન પાર કરવો એ અમારી ટીમની પ્રતિબદ્ધતા અને અમારા નેતૃત્વના વિઝનનું પરિણામ છે. ગૌતમ અદાણીજીનું અદાણી ગ્રુપને રિન્યુએબલ એનર્જીમાં વૈશ્વિક નેતા બનાવવાનું વિઝન અમને પ્રેરણા આપે છે. અમારું લક્ષ્ય હવે 2030 સુધીમાં 50,000 મેગાવોટ સુધી પહોંચવાનું છે.
અદાણી ગ્રીન એનર્જી શેર પર શું પ્રભાવ પડયો હતો ?
છેલ્લા મહિના દરમિયાન અદાણી ગ્રીન એનર્જીના શેરના ભાવ સ્થિર રહ્યા છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં શેરમાં 7% થી વધુનો વધારો થયો છે. વર્ષ-થી-તારીખ (YTD) ના આધારે, અદાણી ગ્રુપના શેરમાં 3% ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમાં 43% ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં અદાણી ગ્રીન એનર્જીના શેરે 185 % નું મજબૂત વળતર આપ્યું છે.
15 મહિનામાં 5000 મેગાવોટથી વધુ ક્ષમતા ઉમેરવાનો રેકોર્ડ
કંપની દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, અદાણી ગ્રીન એનર્જીએ માત્ર 15 મહિનામાં 10,000 મેગાવોટથી 15,500 મેગાવોટ સુધીનો વધારો કર્યો છે. કંપનીના આ વિકાસને ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ગ્રીન એનર્જી વિસ્તરણ પ્રોજેક્ટ માનવામાં આવે છે.
ESG રેન્કિંગમાં નંબર 1 અને સામાજિક પ્રતિબદ્ધતા
અદાણી ગ્રીન તાજેતરમાં NSE ના ESG રેટિંગમાં પાવર સેક્ટરમાં પ્રથમ ક્રમે છે. કંપનીએ FTSE રસેલના વૈશ્વિક ESG રેન્કિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટ અનુસાર, આ વર્ષે અદાણી ગ્રુપની બ્રાન્ડ વેલ્યુમાં પણ ઝડપથી વધારો થયો છે જે ગ્રીન એનર્જી મિશન અને ટકાઉ વિકાસ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.FTSE Russellના ગ્લોબલ ESG સ્કોરમાં ટોપનું સ્થાન મળ્યું છે.
ગૌતમ અદાણીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે,”અમારા માટે ગૌરવની વાત છે.”
ગૌતમ અદાણીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, અદાણી ગ્રીન એનર્જી હવે 15,000 મેગાવોટથી વધુ રિન્યુએબલ કેપેસિટી સુધી પહોંચી ગઈ છે. આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી વધુ ઝડપી અદાણી ગ્રીન વિસ્તાર છે. તેમણે X પર લખ્યું, “આ માત્ર એક આંકડો નહીં, પણ ભારતના ગ્રીન રિવોલ્યુશનની દિશામાં અમારો મજબૂત સંકલ્પ છે. ખવડાના રણ પ્રદેશની જમીનથી લઈને દુનિયાના ટોપ-10 ગ્રીન એનર્જી પ્રોડ્યુસરની લિસ્ટમાં સામેલ થવા સુધીની યાત્રા અમારા માટે ગૌરવની વાત છે.”
વર્ષ 2016 તમિલનાડુના કામુથી, ખાતે 648 મેગાવોટ
આ સીમાચિહ્ન હાંસલ કરવાની ક્ષણને ગૌરવ ગણાવતા કંપનીના સી.ઇ.ઓ. આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે “15,000 MWનું સીમાચિહ્ન અમારી ટીમના અવિરત ધ્યાન અને સમર્પણનો પુરાવો છે. અમારા પ્રયોજકોના દૂરંદેશી નેતૃત્વ અને રોકાણકારો, ગ્રાહકો, ટીમ અને ભાગીદારોના અવિશ્વસનીય સમર્થન વિના આ કાર્ય શક્ય નથી, જેઓ દરેક પગલે અમારી સાથે ઉભા રહ્યા છે. નવીનીકરણીય ઉર્જામાં અદાણીને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાની શ્રી ગૌતમ અદાણીની મહત્વાકાંક્ષાથી પ્રેરિત થઈને, AGEL નવીનતા અને કાર્યકારી શ્રેષ્ઠતામાં નવા માપદંડો પ્રસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ લક્ષ્ય સિધ્ધિ સાબિત કરે છે કે સ્વચ્છ ઉર્જા અભૂતપૂર્વ સ્કેલ અને ગતિએ પહોંચાડી શકાય છે. અમારું લક્ષ્ય 2030 સુધીમાં 15,000 MW થી 50,000 MWના ઉત્પાદન સુધી વધુ ઝડપથી પહોંચવાનું અને ટકાઉ ઉર્જા માટેના ઉકેલો સાથે ભારત અને વિશ્વને ઉર્જા આપવાના અમારા મિશનમાં અડગ રહેવાનું છે.
વર્ષ 2023 રાજસ્થાનના જેસલમેર, ખાતે 2,140 મેગાવોટ
કંપનીનો 15,539.9 MWનો ઓપરેશનલ પોર્ટફોલિયો લગભગ 7.9 મિલિયન ઘરોને વીજળી આપી શકે છે. ઉત્પાદિત સ્વચ્છ ઉર્જા વ્યક્તિગત ૧૩ ભારતીય રાજ્યોને ઝળાહળા કરી શકવા સાથે AGELનો ઓપરેશનલ પોર્ટફોલિયો સમગ્ર ઉત્તરપૂર્વીય ક્ષેત્રને નવીનીકરણીય ઉર્જાથી વીજળી આપી શકે છે. આ સીમાચિહ્ન AGEL દ્વારા અદભૂત ગતિ અને સ્કેલ પર ભારતને સ્વચ્છ અને સસ્તી ઊર્જા પ્રદાન કરવાના 10 વર્ષ પૂર્ણ થવા સાથે તાલમેલ સાધે છે. આ પ્રકલ્પની મુખ્ય લાક્ષણિક બાબતમાં 55 મિલિયન સોલર મોડ્યુલો અને 1,177 વિન્ડ ટર્બાઇનની સ્થાપના કરવા સાથે 3,700 હરીત નોકરીઓનું સર્જન કર્યું છે.