KEY POINTS :
“12 જાન્યુઆરી 1863 માં સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો”
“સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું”
“વિવેકાનંદજીના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં વકીલ હતા”
“વિવેદાનંદજીના માતા ભુવનેશ્વરી દેવી ધાર્મિક વિચારો ધરાવતા મહિલા હતા”
“સ્વામી વિવેકાનંદજીએ 25 વર્ષની નાની ઉંપરમાં જ સન્યાસ લીધો હતો”
“રહસ્યવાદી -આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણ પરમહંસને મળ્યા જે તેમના ગુરુ બન્યા”
“આત્મ-સાક્ષાત્કાર,આધ્યાત્મિક વિકાસ અને માનવતાની સેવાના મહત્વ પર ભાર”
“વેદાંતના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો,જે પ્રાચીન ભારતીય ફિલસૂફી અને બધા અસ્તિત્વની એકતા પર ભાર”
“શિકાગોમાં વિશ્વધર્મ સંસદમાં ઐતિહાસિક ભાષણમાં પશ્ચિમી વિશ્વમાં હિન્દુ ધર્મનો પરિચય કરાવ્યો”
“સ્વામી વિવેકાનંગજી ભારતમાં રાષ્ટ્રીય નાયક-પ્રેરણાદાયી વ્યક્તિત્વ રહ્યા હતા”
“સ્વામી વિવેકાનંગજી આધ્યાત્મિક ઉપદેશો-સામાજિક સક્રિયતા માટે જાણીતા”
“4 જુલાઈ 1902 ના રોજ સ્વામી વિવેકાનંદજીનું અવસાન થયું હતુ”
ગુજરાતના એક શૌર્યકવિ જેઓ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે તેવા ઝવેરચંદ મેઘાણીની કવિતાનની એક પંક્તિ છે કે …
” ઘટમાં ઘોડા થનગને આતમ વિંઝે પાંખ,અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ “
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘણીએ અહીં યુવાઓમાં રહેલા થનગનાટ,તરવરાટ અને સાહસિકતાને ઉજાગર કરી છે.માનજીવનની ત્રણ અવસ્થાઓ છે.બાલ્યાવસ્થા,યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા જેમાં યુવાવસ્થા શ્રેષ્ઠ છે.યુવામાં દેશ અને સમાજ માટે કંઈક કરી બતાવવાની તાલાવેલી હોય છે.તેનું મનમાં જવો જુસ્સો હોવાથી ગમે તે સાહસ કરવા યુવાઓ તત્પર હોય છે. પરંતુ તેમને યોગ્ય દિશા-દર્શનની. જરૂર છે.
દેશના તરવરિયા યુવાઓને પ્રોત્સાહ આપવા તેના વિચારોમાં રાષ્ટ્રપ્રેમ,સંસ્કારિતા,સમાજ વ્યવસ્થામાં પોઝિટિવ બદલાવ અને આધ્યાત્મિક્તા સાથે જીવન જીવવાની પ્રેરણા આપનાર કોઈ મહાન સંત થયા હોય તે સંત એટલે સ્વામી વિવેકાનંદજી છે.આજે એટલે કે 4 જુલાઈએ સ્વામી વિવેકાનંદજની પુણ્યતિથિ છે.આ નિમિત્તે આજના અહેવાલમાં આપણ સ્વામીજી વિશે એવી વાતો કરવી છે જેની ચર્ચાઓ ખૂબ ઓછી સાંભળવા મળી છે.તો આવો દેશના યુવાઓમાં ચેતનાના નવા પ્રાણ પ્રસ્થાપિત કરનાર સ્વામી વિવેકાનંદજી પર “સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓને ઉત્થાનનો રસ્તો દર્શાવે ” આ શિર્ષક હેઠળ વિસ્તૃત વિવેચન.
સ્વામી વિવેકાનંદજીએ ભારતીય યોગ-વેદાંતના ઉપદેશો અને ફિલસૂફીને વિદેશમાં પ્રખ્યાત બનાવી હતી. સ્વામીજીની બુદ્ધિમત્તા અને વિનોદવૃત્તિથી દુનિયા પ્રભાવિત થઈ છે.
– સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય યુવા દિવસ :
12 જાન્યુઆરીએ ભારતના મહાનઆધ્યાત્મિક ગુરુ અને સૌથી મોટા યુવા પ્રતિમા સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ.કરોડો યુવાનો સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ માને છે.તેમના જુસ્સાદાર વિચારોમાંથી પ્રેરણા લો. આ જ કારણ છે કે તેમનો જન્મદિવસ,12 જાન્યુઆરી,દેશમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય યુવા દિવસનો ઉદ્દેશ્ય સ્વામીજીના સંદેશાઓને પુનર્જીવિત કરવાનો અને તેનો પ્રચાર કરવાનો છે. ભારત સરકાર દર વર્ષે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવે છે,જેમણે પશ્ચિમી દેશોમાં યોગ, વેદાંત અને ભારતીય ફિલસૂફીનો પરિચય કરાવ્યો હતો.આ વર્ષે કેન્દ્ર સરકારનો રાષ્ટ્રીય યુવા મહોત્સવ મહારાષ્ટ્રના નાસિકમાં ઉજવવામા આવ્યો હતો.જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ.
– સ્વામી વિવેકાનંદના જીવન વિશેની ખાસ વાતો
1. આપ જાણો છો નરેન્દ્રથી વિવેકાનંદ નામ કોણે આપ્યું?
સ્વામીજી જે નામથી સમગ્ર વિશ્વમાં જાણીતા છે તે રાજસ્થાનના ખેત્રીના રાજા અજિતસિંહની ભેટ છે.તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું.અને સ્વામીજી પોતાનું નામ વિવિદીશાનંદ લખતા હતા,જેનો અર્થ થાય છે જે જાણવાની ઇચ્છા રાખે છે.સ્વામીજીએ અજિતસિંહને પૂછ્યું કે તેમને કયું નામ ગમે છે.આના પર અજિતસિંહે કહ્યું કે તેમના મતે તે વિવેકાનંદ હોવો જોઈએ.તે દિવસથી સ્વામીજીએ પોતાનું નામ બદલીને વિવેકાનંદ રાખ્યું.શિકાગોમાં ધાર્મિક પરિષદમાં હાજરી આપવા માટે,તેમણે રાજા અજિતસિંહ દ્વારા ભેટમાં આપેલ રાજસ્થાની સાફો,ચોગા અને કમરબંધ પહેર્યો હતો.
2. સ્વામીજીની અમેરિકા જવાની વ્યવસ્થા કોણે કરી?
ખેત્રીના રાજા અજિત સિંહે જ વિવેકાનંદની મુંબઈથી અમેરિકાની ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી.31 મે, 1893ના રોજ,સ્વામીજી જહાજ દ્વારા શિકાગો જવા રવાના થયા.
3. વિવેકાનંદજીનું જીવમ-કવન અને અભ્યાસ
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તાના એક કાયસ્થ પરિવારમાં થયો હતો.તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું.સ્વામી વિવેકાનંદના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં વકીલ હતા,જ્યારે માતા ભુવનેશ્વરી દેવી ધાર્મિક વિચારો ધરાવતી મહિલા હતા.સ્વામી વિવેકાનંદને બાળપણથી જ અભ્યાસ અને શિક્ષણમાં રસ હતો.1871 માં 8 વર્ષની ઉંમરે શાળામાં જોડાયા બાદ,તેમણે 1879 માં પ્રેસિડેન્સી કોલેજ પ્રવેશ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું.અને 25 વર્ષની ઉંમરે જ તેમણે સન્યાસ લીધો.જ્યારે તેમનું અવસાન 4 જુલાઈ 1902ના રોજ પશ્ચિમ બંગાળના બેલૂર મઠ ખાતે માત્ર 39 વર્ષની વયે થયું હતુ.
4. નરેન્દ્ર દત્ત 25 વર્ષની નાની ઉંમરે સાધુ બન્યા
સ્વામી રામકૃષ્ણ પરમહંસથી પ્રેરિત થઈને,નરેન્દ્રનાથ દત્તે માત્ર 25 વર્ષની નાની ઉંમરે બધું છોડી દીધું અને સાધુ બન્યા.વિવેકાનંદજી અને રામકૃષ્ણ પરમહંસ પહેલી વાર 1881 માં કલકત્તાના દક્ષિણેશ્વર ખાતેના કાલી મંદિરમાં મળ્યા હતા.રામકૃષ્ણ પરમહંસને મળ્યા પછી સ્વામી વિવેકાનંદે તેમને પૂછ્યું,શું તમે ભગવાનને જોયા છે? ત્યારે પરમહંસે જવાબ આપ્યો કે,હા, હું ભગવાનને એટલી જ સ્પષ્ટ રીતે જોઈ શકું છું જેટલી હું તમને જોઈ શકું છું.ફરક એટલો જ છે કે હું તેમને તમારા કરતાં વધુ ઊંડાણપૂર્વક અનુભવી શકું છું.
5. અમેરિકન ધાર્મિક પરિષદમાં દુનિયાને હચમચાવી નાખનાર ભાષણ
1893 માં શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે’અમેરિકાના ભાઈઓ અને બહેનો’ સંબોધન કરીને પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે શિકાગોની આર્ટ ઇન્સ્ટિટ્યૂટ બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી.તે દિવસથી ભારત અને ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં માન્યતા મળી.
6. સ્વામી વિવેકાનંદે 1લી મે 1897ના રોજ કલકત્તામાં રામકૃષ્ણ મિશન અને 9 ડિસેમ્બર 1898ના રોજ ગંગા નદીના કિનારે બેલુરમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરી.
7. શિકાગો ભાષણ પહેલા અને પછી સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સમગ્ર વિશ્વમાં ફેલાવો કર્યો.
8. સ્વામી વિવેકાનંદ અસ્થમા અને ડાયાબિટીસથી પીડાતા હતા,જેના કારણે તેમનું 39 વર્ષની ખૂબ જ નાની ઉંમરે અવસાન થયું.પરંતુ તેમણે સાબિત કર્યું કે યુવાની કેટલી મહત્વપૂર્ણ છે અને તેમાં શું કરી શકાય છે.
9. સ્વામી વિવેકાનંદનો અગ્નિસંસ્કાર બેલુર ખાતે ગંગા કિનારે કરવામાં આવ્યો હતો.તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો અગ્નિસંસ્કાર આ ગંગા કિનારાની બીજી બાજુએ કરવામાં આવ્યો હતો.
– સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો પ્રેરણા આપી શકે
ભારતના આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદનું જીવન દરેક માટે આદર્શ છે.તેમના ભાષણો અને કિંમતી વિચારો યુવાનો માટે સફળતાના મંત્ર જેવા છે.ભગવાન અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, સ્વામી વિવેકાનંદે દુન્યવી ઇચ્છાઓનો ત્યાગ કર્યો અને ભગવાન અને જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગ પર આગળ વધ્યા.ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા પછી,તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. આ જ્ઞાનને દરેકના જીવનમાં આત્મસાત કરવા માટે,વિવેકાનંદે પ્રેરણાદાયી સંદેશા આપવાનું શરૂ કર્યું.સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે,જે દરેક માટે સફળતાનો મંત્ર બની શકે છે.
– વિવેકાનંદ સન્યાસી કેમ બન્યા?
બાળપણથી જ નરેન્દ્રનાથ તેમની માતાના વર્તન અને વર્તનથી ખૂબ પ્રભાવિત હતા.આના પરિણામે, માત્ર 25 વર્ષની નાની ઉંમરે,તેમણે સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કર્યો,મઠનું જીવન અપનાવ્યું અને જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા.
– એક ફકીરે વિવેકાનંદનો જીવ બચાવ્યો હતો
1890 માં જ્યારે સ્વામી વિવેકાનંદ હિમાલયની યાત્રા પર હતા,ત્યારે સ્વામી અખંડાનંદ પણ તેમની સાથે હતા.એક દિવસ સ્વામી વિવેકાનંદ કાકડીઘાટ પર પીપળાના ઝાડ નીચે ધ્યાન કરી રહ્યા હતા, ત્યારે તેમને આ સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું.ત્યાંથી સ્વામી વિવેકાનંદ અલ્મોરાથી થોડે દૂર ચાલીને કરબલા કબ્રસ્તાન પાસે પહોંચ્યા,જ્યાં ભૂખ અને થાકને કારણે તેઓ બેભાન થઈને પડી ગયા.એક ફકીરે તેમને કાકડી ખવડાવી જેનાથી તેઓ ભાનમાં આવ્યા હતા.
– ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદજીનું ભાષણ
ભારતના ઇતિહાસમાં દેશ માટે એક મોટી સિદ્ધિ અને ગર્વની વાત હતી કે સ્વામી વિવેકાનંદજીએ 11 સપ્ટેમ્બર 1893ના રોજ અમેરિકાના શિકાગોમાં આયોજિત ધર્મ સંસદમાં ભારત વતી ભાગ લીધો હતો. આ ધાર્મિક પરિષદમાં,વિવેકાનંદે હિન્દીમાં ‘અમેરિકાના ભાઈઓ અને બહેનો’ કહીને પોતાનું ભાષણ શરૂ કર્યું.તેમના ભાષણ પછી આખો હોલ બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.’અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો,મને ગર્વ છે કે હું એવા દેશનો છું જેણે આ પૃથ્વી પરના દરેક રાષ્ટ્ર અને ધર્મના સતાવેલા લોકોને આશ્રય આપ્યો છે.”મારા દેશની પ્રાચીન સંત પરંપરા વતી હું તમારો આભાર માનું છું.’હું બધા ધર્મોની માતા વતી તમારો આભાર માનું છું અને બધી જાતિઓ અને સંપ્રદાયોના લાખો અને કરોડો હિન્દુઓ વતી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.આ મંચ પરથી જે વક્તાઓએ કહ્યું કે વિશ્વમાં સહિષ્ણુતાનો વિચાર દૂર પૂર્વના દેશોમાંથી ફેલાયો છે તેમનો પણ હું આભાર માનું છું.
– સ્વામી વિવેકાનંદના 10 અણમોલ રતન
1. ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રોકાશો નહીં
આ સ્વામી વિવેકાનંદજીનો પ્રખ્યાત મંત્ર છે જે યુવાનોને સતત પ્રયાસ કરતા રહેવા અને સફળતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે.
2. પોતાને નબળા માનવા એ સૌથી મોટું પાપ
સ્વામી વિવેકાનંદજી માનતા હતા કે વ્યક્તિએ પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવો જોઈએ અને ક્યારેય પોતાને નબળા ન માનવા જોઈએ.
3. તમે જે વિચારો છો,તે જ બનો છો
સ્વામીજીનો આ વિચાર જણાવે છે કે વ્યક્તિના વિચારો તેની ક્ષમતાઓ અને સફળતા નક્કી કરે છે.
4. શક્તિ એ જીવન છે,નબળાઈ એ મૃત્યુ
સ્વામી વિવેકાનંદનું માનવુ હતિ કે શક્તિ અને હિંમત જીવનની ચાવી છે,જ્યારે નબળાઈ અને ભય મૃત્યુ તરફ દોરી જાય છે.
5. પ્રેમ જીવન છે,નફરત મૃત્યુ છે
જીવનને સફળ બનાવવા માટે પ્રેમ અને સહિષ્ણુતા મહત્વપૂર્ણ છે,જ્યારે દ્વેષ અને નફરત જીવનનો નાશ કરે છે.
6. આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નહી
કોઈ તમને શીખવી શકતું નથી,કોઈ તમને આધ્યાત્મિક બનાવી શકતું નથી.તમારે બધું તમારી અંદરથી શીખવું પડશે.અને એટલે જ આત્માથી સારો કોઈ શિક્ષક નથી કારણ કે સ્વામી વિવેકાનંદ માનતા હતા કે જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસ વ્યક્તિની અંદરથી આવે છે, કોઈ બાહ્ય સ્ત્રોતમાંથી નહીં.
7. આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વનો
જો પોતાનામાં વિશ્વાસ શીખવવામાં આવ્યો હોત અને તેનો વધુ વ્યાપકપણે અભ્યાસ કરવામાં આવ્યો હોત,તો મને ખાતરી છે કે ઘણી બધી દુષ્ટતા અને દુઃખો અદૃશ્ય થઈ ગયા હોત,આ વિચાર બતાવે છે કે આત્મવિશ્વાસ કેટલો મહત્વપૂર્ણ છે.
8. જ્યાં સુધી જીવો ત્યાં સુધી શીખો
સ્વામી વિવેકાનંદ માનતા હતા કે સાચું જ્ઞાન અને સમજણ જીવનભર શીખવા અને અનુભવ મેળવવા દ્વારા વ્યક્તિ પાસે આવે છે.
9. શબ્દો ગૌણ છે વિચારો જીવંત છે
આપણે આપણા વિચારોથી જે બને છે તે છીએ,તેથી તમે શું વિચારો છો તેના વિશે સાવચેત રહો.શબ્દો ગૌણ છે,વિચારો જીવંત છે,તેઓ દૂર સુધી મુસાફરી કરે છે
10. યુવા જાગરણ રાષ્ટ્રના લક્ષ્ય પ્રાપ્તિનું માધ્યમ
કોઈ પણ રાષ્ટ્રનો યુવા જાગૃત અને ઉદ્દેશ્યો પ્રત્યે સમર્પિત હોય તે રાષ્ટ્ર કોઈ પણ પ્રકારનું લક્ષ્ય પ્રપ્ત કરી શકે છે.
– યાદશક્તિ માટે આત્મનિર્ક્ષરતાનું ઉત્તમ ઉદાહરણ એટલે વિવેકાનંદજી
કહેવાય છે કે 21 મી સદી એક આધૂનિક યુગ છે અને તેની સાથે કદમ વિલાવી ચાલવુ જ પડે પડે નહીતો પાછળ રહી જવાય વાત આજના સમયમાં સાચી પણ છે.પરંતુ કેટલીક બાબતોમો જો તમે ધારો તો તેના થકી પણ ઉત્તમ ઝડપી અને ઉત્કૃષ્ટ કાર્ય કરી શકો છો.જી હા,આજકાલ ટેકનોલોજીના જમાનામાં આપણે સૌ કોઈ વાત યાદ રાખવા હોય તો ક્યાંક નોટ કરી લઈએ છીએ.આ બાબતે આપણે સ્વામી વિવેકાનંદજીને યાદ કરવા પડે કે જેમણે સાબિત કરી દીધુ કે ટેકનોલોજી વિના પણ કોઈ વાત આપણે યાદ રાખની મગજમાં સંગ્રહી શકીએ છીએ અને તે એટલે યાદશક્તિ.સ્વામી વિવેકાનંદજીને કે જેઓની યાદશક્તિ અદભૂત હતી.તેઓ કોઈ પણ પુસ્તક એકાગ્ર થઈને વાંચતા તેથી તેઓ ઝડપથી પુસ્તક વાંચી લેતા એટલું જ નહી પણ તે પુસ્તક તેમને યાદ રહી જતુ હતુ.