ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસથી પાણીની આવકન્ પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવોર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી 10 મીટર દૂર છે.નર્મદા ડેમના હાલની એટલે સવારે 8 વાગ્યા સુધીની જળ સપાટી 128.82 મીટર નોંધાઈ છે.નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.ડેમમાં હાલ પાણીની આવક 1,00,606 ક્યૂસેક જોવા મળી રહી છે.તો છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 62,919 ક્યૂસેક નોંધાઈ છે.સાથે જ રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાંથી પાણીની જાવક 32,843 ક્યૂસેક છે.છતા છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 31 સેમીનો વધારો થયો છે.