રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ માટે ઓડિશા જશે.રાષ્ટ્રપતિ એટીયુટી-બંધન પરિવાર દ્વારા પ્રાયોજિત તબીબી વિદ્યાર્થીઓના જૂથ સાથે વાર્તાલાપ કરશે અને આજે સાંજે ભુવનેશ્વરમાં રાજભવન ઓડિશાના નવા મકાનનો શિલાન્યાસ કરશે. કાલે, કટકમાં ઓડિશા હાઈકોર્ટના 75મા વર્ષની ઉજવણીના સમારોહમાં ભાગ લેશે.તે જ દિવસે તેઓ SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કટકના વાર્ષિક સમારોહને સંબોધિત કરશે અને કટકમાં નેશનલ લો યુનિવર્સિટી ઓડિશાના દીક્ષાંત સમારોહને સંબોધશે.27 જુલાઈના રોજ રાષ્ટ્રપતિજી ભુવનેશ્વરમાં રાજભવન ખાતે સંવેદનશીલ આદિવાસી જૂથો PVTG ના સભ્યો સાથે વાર્તાલાપ કરશે.તો પ્રજાપિતા બ્રહ્માકુમારી દિવ્ય બ્રહ્માંડવિદ્યાલય આ વર્ષની થીમ”સકારાત્મક પરિવર્તનનું વર્ષ”શરૂ કરશે અને તેના”લાઇટ હાઉસ કોમ્પ્લેક્સ”માટે દસાબટિયા,તામંડો, ભુવનેશ્વર ખાતે શિલાન્યાસ કરશે.