રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે.આજે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં પીએમના પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.તો રાજ્યમાં વરસાદ બાદ પાણીની આવકને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.આ સાથે જ ભારે વરસાદના પગલે રાજ્યમાં જે પાકને નુકસાન થયુ છે.તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.તો રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલી કરણને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સામાન્ય રીતે કેબિનેટ બેઠક દર બુધવારે યોજવામાં આવે છે. પરંતુ Pmના ગુજરાત પ્રવાસના કારણે કેબિનેટ બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.