દેશના ઉત્તરી રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે.જેના કારણે આ રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય રાજ્યોમાં વરસાદે રસ્તાઓ બંધ કરી દીધા છે.ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથ નેશનલ હાઈવેનો લગભગ 200 મીટર ધોવાઈ ગયો છે.હાઇવે બંધ થવાને કારણે 1000થી વધુ યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે.હિમાચલ પ્રદેશમાં જૂનથી અત્યાર સુધીમાં વાદળ ફાટવાની 35 જેટલી ઘટનાઓ બની છે.છેલ્લા 24 દિવસમાં 27 વખત વાદળ ફાટ્યા છે.પૂરના કારણે 158 લોકોનાં મોત થયાં છે. 606 મકાનો ધરાશાયી થયાં અને 5363 મકાનોને નુકસાન થયુંતે જ સમયે, દિલ્હીમાં ફરીથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. યમુના હજુ પણ ખતરાના નિશાનથી ઉપર છે.