ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈને કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે અમદાવાદના ટ્રાફિક અને મનપા કમિશનરને બપોરે 2.30 વાગ્યે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને બિસ્માર રોડ-રસ્તાને લઈને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયા બાદ ટ્રાફિક અને મનપા કમિશનરને બપોરે 2.30 વાગ્યે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે.