આજે મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને બરાબરના ઝાટક્યા.વડાપ્રધાન મોદીએ કહ્યું કે,’મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી.આ લોકો મૂંઝવણમાં છે,શું કરવું તે નક્કી નથી કરી શકતા.’આગળ એમને કહ્યું કે,’તેમના વર્તનથી એવું લાગે છે કે આ લોકો ઘણા દાયકાઓ સુધી સત્તામાં આવવા માંગતા નથી.વિપક્ષ વિખરાયેલ છે.’સાથે જ વિપક્ષના મહાગઠબંધનના નવા નામકરણને INDIA ને નિશાન બનાવ્યું.વડાપ્રધાન મોદીએ કહ્યું કે નામમાં INDIA કે ઇન્ડિયન લગાવવાથી કોઈ ભારતીય નથી થઈ જતું.આ દરમિયાન તેમણે આતંકી સંગઠન ઇંડિયન મુજાહિદ્દીન અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઇંડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામોમાં પણ INDIA છે.