મણિપુર પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ મહિલાની હત્યાનો વીડિયો વાયરલ કરનારા લોકોની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસે કહ્યું- અમે 24મી જુલાઈએ કેસ નોંધ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે સશસ્ત્ર લોકોએ મણિપુરમાં મહિલાની હત્યા કરી હતી, જ્યારે આ ઘટના મ્યાનમારમાં બની હતી. આ વીડિયો ફેલાવવાનો હેતુ રાજ્યની શાંતિ ભંગ કરવાનો અને રમખાણો ભડકાવવાનો હતો.
આ સાથે મણિપુર પોલીસે મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરવાના કેસમાં સાતમા આરોપીની ધરપકડ કરી છે. 19 જુલાઈના રોજ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
દરમિયાન આજે મિઝોરમમાં કુકી સમુદાયના સમર્થનમાં હજારો લોકોએ રેલીમાં ભાગ લીધો હતો. તેના સમર્થનમાં પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી જોરમથાંગાએ સરકારી કચેરીઓ પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.