કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં વડા પ્રધાને સંયુક્ત વિપક્ષી ગઠબંધન ‘INDIA’ પર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં વડા પ્રધાને સંયુક્ત વિપક્ષી ગઠબંધન ‘INDIA’ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે તમે અમને જેમ ઈચ્છો તેમ બોલાવી શકો છો મિસ્ટર મોદી, અમે ભારત છીએ. અમે મણિપુરને સધ્ધર કરવા મદદ કરીશું અને દરેક મહિલા અને બાળકના આંસુ લૂછીશું. અમે તેમના તમામ લોકો માટે પ્રેમ અને શાંતિ પાછી લાવીશું. અમે મણિપુરમાં ભારતના વિચારને ફરીથી બનાવીશું.”
રાહુલ ગાંધીના ટ્વીટના કલાકો પહેલા પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન ‘INDIA’ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં બીજેપી સંસદીય દળની બેઠકમાં ભાગ લેનાર પીએમ મોદીએ કહ્યું કે માત્ર ‘INDIA’ નામનો ઉપયોગ કરવાથી કામ નહીં ચાલે. તેમણે કહ્યું કે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુજાહિદ્દીને પણ INDIA શબ્દનો ઉપયોગ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. મણિપુર મુદ્દે સંસદમાં થયેલા હોબાળા અંગે વિપક્ષી દળો પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે આવો “દિશાવિહીન વિરોધ” ક્યારેય જોયો નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું કે વિપક્ષ ‘વિખેરાયેલા અને ભયાવહ’ છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે વિપક્ષના વલણથી એવું લાગી રહ્યું છે કે તેઓ લાંબા સમય સુધી સત્તામાં રહેવા માંગતા નથી.
પીએમ મોદીના નિવેદન પર સપા સાંસદ જયા બચ્ચને કહ્યું કે હું વડાપ્રધાન પર ટિપ્પણી નહીં કરું, હું તેમની ખુરશીનું સન્માન કરું છું. 2014 થી લઈને આજ સુધી તેમના પક્ષ દ્વારા અને તેમના દ્વારા આપવામાં આવેલા તમામ ભાષણો એમાં તમામ જવાબો મળશે. તમને જણાવી દઈએ કે આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા લગભગ 26 વિપક્ષી પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે અને તેને ‘I.N.D.I.A’ એટલે કે ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન નામ આપવામાં આવ્યું છે.