વડાપ્રધાન મોદીના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વિપક્ષ પરના નિવેદન અંગે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી.ખડગેએ જણાવ્યુ કે અમે વડાપ્રધાનને સંસદમાં આવી મણિપુર મુદ્દે બોલવા વિનંતી કરીએ છીએ પરંતુ તેઓ તેમની પાર્ટીની બેઠકમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વાત કરે છે.તેઓ શા માટે વિરોધ પક્ષો દ્વારા I.N.D.I.A.નું નામ લેવાથી ડરે છે? તેઓ પટના અને બેંગલુરુમાં અમારી સફળ બેઠકોથી નર્વસ છે.પીએમ દિશાવિહીન થયા છે,તે સમજતા નથી શું કરવું ? કેવી રીતે કરવું ?મણિપુરનો મુદ્દો રાજસ્થાન,છત્તીસગઢ કે પશ્ચિમ બંગાળ જેવો નથી તે ઘણો ગંભીર છે.દેશના પૂર્વોત્તર રાજ્યો માટે આ ચિંતાનો વિષય છે.મણિપુર બાદ હવે મેઘાલય,મિઝોરમમાં સ્થિતિ વણસી રહી છે.