છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નથી.જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાં છે.તો વળી સૌરાષ્ટ્રમાં એકાદ સ્થળે વરસાદની આગાહી છે.તો અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 37 ટકા વરસાદ નોંધાયો છે.સાથે જ અત્યાર સુધીમાં 605.7 મિમી એટલે 25 ઇંચ વરસાદ નોંધાયો છે.એ મુજબ રાજ્યમાં ચોમાસાની સીઝનનો 71.67 ટકા વરસાદ વરસ્યો છે.