ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 71.67 ટકા વરસાદ વરસ્યો છે તે અનુસરા ગુજરાતમાં સરેરાશ 25 ઇંચ વરસાદ નોંધાયો છે.ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણના મોટા ભાગના ડેમ-તળાવ ઓવરફ્લો થયા.જિલ્લાવાર વાત કરીએ તો સૌથી વધુ જૂનાગઢ સિઝનના 149 ટકા વરસાદ સાથે રાજ્યમાં સૌથી મોખરે છે.તો કચ્છમાં સિઝનનો 132 ટકા વરસાદ પડી ચુક્યો છે.ગીરસોમનાથમાં 126 ટકા અને રાજકોટમાં સિઝનનો 110 ટકા વરસાદ વરસ્યો છે.જામનગર જિલ્લામાં 107 ટકા વરસાદ નોંધાયો.તો દ્વારકામાં પણ 107 ટકા વરસાદ વરસ્યો છે.પોરબંદરમાં 98 અને ભાવનગરમાં સિઝનનો 95 ટકા વરસાદ થયો છે.બોટાદમાં 91 ટકા અને અમરેલી જિલ્લામાં 83 ટકા વરસાદ છે.