ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભારે વરસાદ પડ્યો હતો.ત્યારે જો આંકડાની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 ઈંચ એટલે કે 71.67 ટકા વરસાદ વરસી ચુક્યો છે.ત્યારે આ ભારે વરસાદને લઈ રાજ્યમાં જળ સંગ્રહ પણ વિપુલ પ્રમાણમાં થવા પામ્યો છે.સિંચાઇ વિભાગના અધિકારીઓ અનુસાર રાજ્યના જળાશયો મહત્તમ સપાટીએ ભરાયા છે.જેમાં રાજ્યના 207 જળાશયો પૈકી 87 જળાશય હાઈએલર્ટ,16 જળાશય એલર્ટ અને 15 જળાશય વોર્નિંગ પર છે. તો સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશય પૈકી 119 જેટલા જળાશયો 70 ટકાથી વધુ ભરાયેલા છે.