જુનાગઢમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતા એક જ પરિવારના 3 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ પરિવારમાંથી માત્ર મહિલા સભ્ય બચી ગઈ હતી કેમ કે તે સમયે મહિલા શાક માર્કેટમાં શાકભાજી લેવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલા બહાર હોવાથી બચી ગઈ હતી. મહિલાના પતિ અને બાળકોના ઘટનામાં મોત નિપજતા આઘાત લાગલા મહિલાએ એસિડ ગટગટાવતા મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે.
મળતી માહિતી મુજબ ગત સોમવારે જુનાગઢના દાતાર રોડ પર કડીયાવાડ શાકમાર્કેટ નજીક આવેલ જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થયાની દુર્ઘટના બની હતી. ચાર પરિવારના સભ્યોમાંથી 3 સભ્યોના બિલ્ડિંગ ધરાશાયી થતા મોત થયા હતા. આ ઘટના બની ત્યારે પરિવારમાંથી મહિલા સભ્ય મયુરીબેન ઘરમાં હાજર ન હતા મયુરી બહેન શારભાજી ખરીદવા માટે બજારમાં ગયા હતા જ્યારે તેમના પતિ સંજયભાઈ ડાભી, પુત્ર દક્ષ ડાભી અને તરુણ ડાભી ઘરમાં હાજર હોવાથી જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતા મોત થયા હતા જ્યારે મયુરી બહેન બહાર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.
પતિ અને પુત્રોના મોતના આઘાત લાગતા બીજા દિવસે મયુરી બહેને એસિડ ગટગટાવતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયા મયુરીબેનનું મોત થયું હતુ