વિપક્ષી ગઠબંધને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ સ્પીકરને સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપી.જેની કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે જાહેરાત કરી.તો બીજી તરફ BRSએ પણ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કર્યો.BRS સાંસદ નમા નાગેશ્વર રાવે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો.બીજી તરફ કોંગ્રેસે પણ અવિશ્વાસ પ્રસ્તાવના ડ્રાફ્ટ પર 50 સાંસદોના હસ્તાક્ષર એકત્ર કર્યા હતા.લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે સહીઓ લેવાની જરૂર નથી તેમ છતાં પણ કોંગ્રેસે કોઈ હોબાળા વગર કામ પૂરું કર્યું છે.નોંધનિય છે કે કેન્દ્રિય ગૃહમંત્રીએ લોકસભામાં જાહેરાત કરી હતી કે મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.