વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003 થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 23 જુલાઈને ગુરૂવારનો રાજ્યકક્ષાનો રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 28 જુલાઈને શુક્રવારે યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 28 જુલાઈને શુક્રવારે બપોરે 03:30 વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.સામાન્ય નાગરિકો,અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો 28 જુલાઈ સવારે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ,સ્વર્ણિમ સંકુલ-2,ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.