મણિપુર હિંસા અને મહિલા સાથે થયેલ અત્યાચારના વાયરલ વીડિયો મુદ્દે વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાએ જૈવિક વિવિધતા સંશોધન બિલ-2022 પસાર કરી દીધું છે.તેનો ઉદ્દેશ્ય ઔષધિય વનસ્પતિઓ પર સંશોધનને પ્રોત્સાહન આપવાનો,વન પેદાશોના લાભો સ્થાનિક લોકો સુધી પહોંચાડવાનો છે.આ બિલ સ્થાનિક કંપનીઓ માટે અનુપાલનની જરૂરિયાતો વધારવા માંગે છે.તેને સરળ બનાવવા માટે જૈવિક વિવિધતા અધિનિયમ 2002માં સુધારો કરશે.વિપક્ષના હોબાળા વચ્ચે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે બિલ રજૂ કર્યું હતુ.નોંધનિય છે કે આ બિલ અડધા કલાકથી પણ ઓછા સમયમાં પસાર થઈ ગયું હતુ.