કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ઉત્તર પ્રદેશના રાયબરેલી સ્થિત AIIMS ની મુલાકાત લીધી હતી.તો વળી તેમણે ઇમરજન્સી,NICU, PICU અને MRU લેબનું ઉદ્ઘાટન કર્યું હતુ.આ પ્રસેગે તેમણે કહ્યું,કે “દેશમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ માટે આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે,જિલ્લા હોસ્પિટલોને ગૌણ સંભાળ માટે અપગ્રેડ કરવામાં આવી છે અને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ 64 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.આજે 22 AIIMSનું નિર્માણ કાર્ય ચાલુ છે જેમાંથી 16 એઈમ્સ આજે કાર્યરત છે.